Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં ૧૪ હજાર ક્યુસેક જેટલા પાણી ની આવક સાથે ડેમની સપાટી ૩૨૯.૧૩ ફૂટ : ડેમ હજુ પણ ૩૫ ટકા ખાલી

  • August 29, 2021 

દક્ષિણ ગુજરાતમાં કપરાડા,મહુવા અને ડોલવાણ તાલુકાને બાદ કરતા પાંચ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદનો વિરામ રહ્યો છે. તેમજ ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ બંધ હોવા છતાં ઉપરવાસના જળાશયમાંથી છોડવામાં આવતું પાણી ઉકાઇ જળાશયમાં આવતા આજે રાત્રે ૮ વાગે ઉકાઇ ડેમની સપાટી ૩૨૯.૧૩ ફૂટ નોંધાઇ છે. એટલે કે ધીરે ધીરે સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે ઉકાઈ ડેમમાં ૧૩,૯૪૫ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હોવાનું જાણવા મળે છે.

 

 

 

 

 

ઉકાઇ ડેમના આધારભૂત સૂત્રો મુજબ ડેમના ઉપરવાસમાં વરસાદ નોંધાયો નથી અને મહારાષ્ટ્રની હદમાં તાપી નદી પર આવેલા હથનુર ડેમમાંથી સવારે છ વાગ્યે ૩,૮૮૫ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે જ્યારે રાત્રે ૮ વાગે હથનુર ડેમની સપાટી ૨૧૦.૮૭૦ મીટર નોંધાઈ છે. આ ઉપરાંત પ્રકાશા ડેમમાંથી સાંજે ૫ વાગ્યે ૧૭,૩૮૧ ક્યુસેક પાણીનો જથ્થો તાપી નદીમાં છોડવામાં આવી રહ્યો છે.

 

 

 

 

 

ઉકાઈ ડેમમાં આજે સાંજે ૮ વાગે નવા પાણીની આવક ૧૩,૯૪૫ ક્યુસેક નોંધાઈ છે અને સપાટી ૩૨૯.૧૩ ફૂટે પહોંચી જવા પામી છે. ઉકાઈ ડેમના સૂત્રો મુજબ જળાશયમાં સતત નવા પાણીની આવક ઉપલબ્ધ બનતા ડેમની સપાટીમાં ધીમા ક્રમે સતત વધારો નોંધાઈ રહ્યો છે ઓગસ્ટ મહિનાની આખરમાં ડેમ હજુ પણ 35% ખાલી છે અને આગામી સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ઉપરવાસમાં વર્ષે તો જળાશય તેની ક્ષમતા મુજબ ભરાઈ શકે છે.

 

 

 

 

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના 33 તાલુકાઓ પૈકી 30 તાલુકાઓમાં વરસાદનો સંપૂર્ણ વિરામ એટલે કે કોરા ધાકોર રહ્યા છે જ્યારે તાપીના ડોલવણમાં ૨ મી.મી. અને સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આજે બપોરે ૨ થી ૪ વાગ્યાના અરસામાં અડધો ઇંચ જ્યારે વલસાડના કપરાડા તાલુકામાં અડધો ઇંચ એટલે કે ૧૨.મી.મી. વરસાદ નોંધાયો છે.

 

 

 

 

નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ  દક્ષિણ ગુજરાતમાં સુરત, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application