ગુજરાત પંચાયત સેવાના કર્મચારીઓની હડતાળ સરકાર દ્વારા માંગણીનો સ્વીકાર કરતા સમેટાઈ ગઈ હતી. પંચાયત વિભાગના તમામ કર્મચારીઓ ફરીથી ફરજ પર જોડાઈ જશે. ગુજરાત કેબિનેટના સભ્યોની રચાયેલી કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે અને જે પંચાયત વિભાગના કર્મચારીઓની માંગણી હતી તેનો સરકારે સ્વીકાર કર્યો હતો અને તેના માટે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.
ગુજરાત રાજ્ય હસ્તગતની પંચાયત વિભાગના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી હડતાળ એસોસિયસન દ્વારા તાત્કાલિત પરત કહેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય મંત્રીમંડળની કમિટીના 6 જેટલા સભ્યોએ માંગણીઓ સ્વીકારી છે અને અન્ય કેટલાક મુદ્દાઓ સંદર્ભે આગામી મહિનામાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી સહમતી થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પંચાયત વિભાગ હસ્તકના આરોગ્ય કર્મચારીઓ દ્વારા જે માંગણીઓ કરાઈ છે જેમાં તેમને ટેક્નિકલ ગણવા,ફેરણી ભથ્થું તથા કોરોના સંક્રમણ દરમિયાન રજામાં બજાવેલી ફરજોનો પગાર આપવા માટેની જે માંગણીઓ હતી તે બધી જ માંગણીનો સ્વીકાર કર્યો છે.આ ઉપરાંત આશાવર્કર બહેનો દ્વારા જે માંગણીઓ કરવામાં આવી છે તેમાં મુખ્યત્વે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 3000 રૂપિયાનું માસિક ભથ્થું અપાય છે તેમાં 2000 રૂપિયાનો વધારો કરવા કમિટીએ હકારાત્મક અભિગમ દાખવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500