રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમનો આખો દેશ સાક્ષી બન્યો અને કરોડો દેશવાસીઓએ રામ લલ્લાની મનમોહક પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી. ભગવાન રામની પ્રતિમાને ખૂબ જ આકર્ષક આભૂષણ પહેરાવવામાં આવ્યા છે, પણ શું તમે આ આભૂષણ બનાવવા માટે કયા, કેવા અને કેટલા રત્નનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એની માર્કેટ વેલ્યુ શું છે? નહીં ને? ચાલો આજે તમને એ વિશે જણાવીએ…
તમે જો ભગવાન રામની પ્રતિમાને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે તે તેમને ખૂબ જ શાનદાર આભૂષણ પહેરાવવામાં આવ્યા છે. ભગવાન રામની પ્રતિમે સોના અને હીરાથી બનાવવામાં આવેલો મુગટ સજાવવામાં આવ્યો છે. આ મુગટની વચ્ચોવચ્ચ એક પન્નાનું રત્ન જડવામાં આવ્યું છે. એટલું જ નહીં રામ લલ્લાના કપાળે કરવામાં આવેલા તિલક બનાવવા માટે હીરા અને માણિક્યનો ઉપયોગ કરવામાંવ્યો છે. જ્યારે કાનમાં પહેરાવવામાં આવેલા કુંડળમાં પન્ના અને માણેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય ગળામાં પહેરાવવામાં આવેલા હારમાં પણ પન્ના, મોતી, માણેક અને હીરાનો બખૂબી ઉપયોગ કરવામાં આવ્યો છે.
એક વેબસાઈટ પર કરવામાં આવેલા દાવા અનુસાર પન્નાના 1.03 કેરેટની કિંમત 71,900 રૂપિયા છે, જ્યારે 1.21 કેરેટ માણિક્યની કિંમત 14,600 રૂપિયા જમાવવામાં આવી છે. એક કેરેટ હીરાની કિંમત અઢીથી 20 લાખ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. જ્યારે દાગિના બનાનવવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા હીરાની કિંમત તો એના કરતાં પણ વધુ હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. જ્યારે મોતીની કિંમત 10,000 રૂપિયાથી લઈને એક લાખ સુધીનો હોઈ શકે. ટૂંકમાં કહેવાનું થાય તો ભગવાન રામ લલ્લાને પહેરાવવામાં આવેલા આભૂષણોની કિંમત કરોડો રૂપિયાની છે.
અયોધ્યામાં રામ જન્મભૂમિ પર આશરે 500 વર્ષ બાદ શ્રીરામ ફરી એક વખત ભવ્ય મંદિરમાં બિરાજમાન થયા છે. રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર માત્ર અયોધ્યા જ નહીં પણ આખો દેશ રામના રંગમાં રંગાઈ ગયો છે. આજે આખા દેશમાં એક ઉત્સવ ઊજવાઈ રહ્યો છે અને લોકોએ પણ આજના આ ઐતિહાસિક દિવસની દિવાળી મનાવીને ઉજવણી કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500