રાજ્યના વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસરનાં કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંતએ આગાહી કરી છે કે, રાજ્યમાં તારીખ 15મી જૂનથી વરસાદની શક્યતા છે તેમજ તા.11 મેથી તારીખ 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધવાની સાથે જ સૌરાષ્ટ્રનાં ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતનાં ભાગો અને દરિયા કિનારાનાં કેટલાક ભાગોમાં વરસાદ પડશે. જેને પ્રી-મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.
જોકે આ સપ્તાહમાં કાળઝાળ ગરમીની સાથે હિટવેવ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એવામાં ગુજરાત માટે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. હવામાન નિષ્ણાતએ આ વર્ષ ચોમાસુ સારું રહેવાની આગાહી કરાઈ છે. જે મુજબ તા.15મી જૂનથી વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. એકતરફ રાજ્યમાં ભારે પવન અને કમોસમી વરસાદી ઝાપટું પડતું હોવાથી જગત નો તાત ચિંતાતુર થઈ ગયો છે.
તારીખ 11 થી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે
હવામાન નિષ્ણાંતએ આગાહી કરી છે કે, ચાલુ વર્ષે ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. જોકે તારીખ 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે અને સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.
તારીખ 18 મે થી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે
ઉપરાંત તા.18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાતએ વ્યક્ત કરી છે. ચક્રવાત હળવા પ્રકારનું હોય શકે છે. પરંતુ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ શકે છે. જોકે તા.15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.
આ વર્ષનું ચોમાસુ તારીખ 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન
ચોમાસું વહેલું આવે અથવા તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે. પરંતુ આ વર્ષનું ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. પરંતુ મે મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે. જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શકયતા છે. હવામાન વિભાગ ધ્વારા પણ દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે તેમજ 99 ટકાથી 5 ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500