Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન ગૃહને એક વર્ષ થયું, છેલ્લા એક મહિનાથી એકપણ અગ્નિદાહ નહીં

  • July 20, 2021 

રાજ્યનું પ્રથમ કોવિડ સ્મશાન ગૃહ ભરૂચના ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ઊભું કરાયું હતું. તેને એક વર્ષ પૂર્ણ થયું છે. છેલ્લા એક મહિનાથી એકપણ મૃતદેહને અહીં અગ્નિદાહ અપાયો નથી. કોવિડ સ્મશાન ગૃહમાં પ્રથમ અગ્નિદાહ 20 જુલાઈ 2020 અને છેલ્લો અગ્નિદાહ 19 જૂન 2021ના રોજ આપવામાં આવ્યો હતો. કોરોના સ્મશાન ગૃહના 12 મહિના પૈકી 11 મહિના સુધી સતત કોવિડ દર્દીઓના મોત વચ્ચે પરિવારજનોના આક્રંદના સાક્ષી બનેલા રાજ્યના પ્રથમ કોવિડ સ્મશાન પ્રત્યે તંત્ર પણ ધ્યાન રાખી રહ્યું છે.

 

 

 

 

ભરૂચ શહેરમાં એક વર્ષ પૂર્વે કોવિડના દર્દીઓના મોત બાદ અગ્નિદાહને લઇને સર્જાયેલા વિરોધ બાદ જિલ્લા સમાહર્તા ર્ડા. એમ.ડી મોડિયાની સૂચનાથી સ્વતંત્ર કોવિડ સ્મશાન ગૃહ ગોલ્ડન બ્રિજ નીચે અંકલેશ્વર તરફના છેડે રાજ્યના સૌ પ્રથમ કોવિડ સ્મશાન ગૃહની શરૂઆત થઇ હતી. જેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ એક વર્ષમાં અહીં 2265 વ્યક્તિને અગ્નિદાહ આપવામાં આવ્યો છે. પ્રથમ લહેરમાં 485 જયારે બીજી લહેરમાં 1780 વ્યક્તિને અગ્નિદાહ અપાયો હતો. ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમ દ્વારા છેલ્લા એક વર્ષથી દિવસ રાત અહીં કોરોના દર્દીઓ મૃતદેહને અગ્નિદાહ આપતા આવ્યા છે.

 

 

 

 

છેલ્લા એક માસથી જે પરિવારથી દૂર રહેવાની અને અંતર જાળવવાની ફરજ પડી હતી. તે પરિવાર સાથે મુક્ત રીતે સમય વિતાવી રહ્યા છે. કોરોના બે- બે લહેર 2265 દર્દીને અગ્નિદાહ આપવા ઉપરાંત કબ્રસ્તાનમાં અને ખ્રિસ્તી સમુદાય કબ્રસ્તાનમાં પણ તેવો મદદરૂપ થયા હતા. ત્યારે છેલ્લા માસથી તેવો કોરોના અગ્નિદાહ આપ્યો નથી.ભરૂચ જિલ્લામાં અત્યારસુધી કુલ 10710 કેસ જિલ્લામાં નોંધાયા છે. 10588 લોકો કોરોના સારવાર લઇ મુક્ત થયા છે. સત્તાવાર મૃત્યુ આંક 117 પર જ અટક્યો છે. ત્યારે 20 જૂન ના રોજ 10676 દર્દી નોંધાયા હતા જે બાદ આજે 19 જૂન સુધીમાં ભરૂચ જિલ્લામાં કોરોનાના માત્ર 34 દર્દીઓ જ નોંધાયા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application