Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સ્ટાફને આગ પર કાબુ મેળવવા માટેની તાલીમ અપાઇ

  • September 27, 2023 

આકસ્મિક સંજોગોમા આગના બનાનો બને ત્યારે આગ પર કઇ રીતના કાબુ મેળવી શકાય તે અંગે, જિલ્લા કલેક્ટર કચેરી, આહવાના સ્ટાફ માટે ડિઝાસ્ટર મામલતદારશ્રી દ્વારા તાલીમનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ડાંગ જિલ્લા સેવા સદન-આહવા ખાતે કલેક્ટર મહેશ પટેલની સૂચના અનુસાર ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ તેમજ ડીસ્ટ્રીક પ્રોજેક્ટ ઓફિસરના અનુભવના આધારે ફાયર પર કાબુ મેળવવાની જાણકારી ધરાવતા ઇન્સ્ટ્રકટરને રૂબરૂ બોલાવી, કલેક્ટર કચેરીના સ્ટાફને આકસ્મિક સંજોગોમા આગ લાગે તો તેના પર કાબુ મેળવવા અંગેની તાલીમ પૂરી પાડવામા આવી હતી.



આ તાલીમમા કલેકટર કચેરી ખાતે ફીટ કરવામાં આવેલ આગ ઓલવવા માટેની હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો, તેમજ ફાયર એક્સિટિગ્યુસર કેટલા પ્રકારના હોય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામા આવી હતી. સરકારી બિલ્ડીંગો તેમજ અન્ય બિલ્ડીંગોમા આગ પર કાબુ મેળવવા માટેની હાઇડ્રોલિક સિસ્ટમ ફીટ કરવામાં આવેલી હોય છે. પરંતુ ખરેખર જ્યારે આગ લાગવાનો પ્રસંગ બને છે, ત્યારે આ ટુલનો ઉપયોગ ન કરતા આવડતુ હોવાને કારણે હથિયાર હાથવગુ હોવા છતાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. જેના કારણે સરકારી મશીનરી અને જાનમાલને મોટુ નુકસાન થવાની શક્યતાઓ રહેલી હોય છે. ત્યારે કલેકટર કચેરી, ડાંગની સંપૂર્ણ ટીમ દ્વારા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા આ પ્રકારની તાલીમ આપી અને એક નવો જિલ્લો ચિતરવામાં આવ્યો છે, તેમ ડિઝાસ્ટર મામલતદાર દ્વારા જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application