‘RRR’ ગયા વર્ષની રોકોર્ડ બનાવનારી ફિલ્મોમાંની એક ફિલ્મ હતી. જેમણે રિલીઝ થયાની સાથે જ બધા તેને ઘણા નવા રોકોર્ડ બનાવી દીધા હતા. એસ.એસ. રાજામૌલીની ફિલ્મને પણ બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ USમાં કેલિફોર્નિયા બેવર્લી હિલ્ટન ખાતે શરૂ યોજાઈ હતી. આ 80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં, RRRને બે શ્રેણીમાં નામાંકિત કરવા આવ્યું હતું. જેમાં શ્રેષ્ઠ બિન-અંગ્રેજી ફિલ્મ અને શ્રેષ્ઠ મૂળ ગીત 'નાટુ નાટુ'નો સમાવેશ થાય છે. જોકે આ વર્ષે 2023માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ માટે વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી.
આ વિજેતાની શ્રેણીમાં RRR ફિલ્મનું ગીત 'નાટુ નાટુ' કે જેને એમ.એમ. કીરવાનીએ ગાયેલું છે તેનો સમાવેશ થાય છે. એવોર્ડ જીત્યા બાદ એસ.એસ. રાજામૌલી, જુનિયર એનટીઆર, રામ ચરણ, આલિયા ભટ્ટ અને અજય દેવગને પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023નાં સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે. RRR ફિલ્મનું ગાયક એમ.એમ. કીરવાનીનું ગીત 'નાટુ નાટુ' 80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શ્રેષ્ઠ ગીત માટે વિજેતા જાહેર કર્યું છે. એસ.એસ. રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જયારે રાજામૌલી આ કાર્યક્રમમાં ભારતીય ડ્રેસમાં જોવા મળ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500