ડિંડોલી સી.આર.પાટીલ રોડ સાંઈ પોઈન્ટ પાસે પત્નીને મારવા બાબતે ઠપકો આપનાર પિતાને ચપ્પુના ઘા મારી હત્યા કરી ભાગી ગયેલા પુત્રને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી છે.
ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ સી.આર.પાટીલ રોડ સાંઈ પોઈન્ટ પાસે નવો હળપતિવાસમાં રહેતા મહેન્દ્ર મનોજભાઈ રાઠોડ તેની પત્ની ચૈતાલીબેનને મારતો હતો જેથી તેનો મોટોભાઈ મહાદેવે તેને કેમ મારે છે ? તેમ કહેવા જતા મહેન્દ્રએ ઉશ્કેરાઈયો હતો અને ચપ્પુ કાઢી મારવા દોડ્યો હતો તે વખતે તેના પિતા મનોજભાઈ, મહોલ્લાના મિત્રો તેમજ ઓળખીતાઓ વચ્ચે પડી છોડાવા લાગ્યા હતા પિતા મનોજભાઈએ મહેન્દ્રને છોડ આને કેમ મારે છે? તેમ કહી ધક્કો મારતા ઉશ્કેરાઈ મનોજભાઈને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ગંભીર ઇજા પહોચાડી હત્યા કરી હતી. બનાવ અંગે પોલીસે મહાદેવની ફરિયાદ લઈ મહેન્દ્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી પીઆઈ એમ.એલ.સાલુંકે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન સ્ટાફના માણસોએ બાતમીના આધારે હત્યારા પુત્ર મહેન્દ્ર રાઠોડને ઝડપી પાડ્યો હતો અને તેનો કોવિડ-૧૯નો રીપોર્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application