મિલકત પચાવી ઘરમાંથી કાઢી મુકનાર મુંબઈવાસી ચાટર્ડ એકાઉન્ટન્ટ પુત્ર, વહુ વિરુધ્ધ 93 વર્ષીય માતાએ ઘરેલું હિંસાના કાયદા હેઠળ કરેલી વચગાળાના ભરણ પોષણની માંગને સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ મનસુરી મોહમદહનીફ નુરમહોમદે મંજુર કરી અરજી તારીખથી માસિક રૂ.30 હજાર ચુકવવા પુત્રને હુકમ કર્યો છે.
સુરત શહેરના અડાજણ વિસ્તારની પોશ સોસાયટીમાં રહેતા ૯૩ વર્ષીય વૃધ્ધા લીલાબેન (નામ બદલ્યુ છે) ના પતિ 1987માં ગુજરી ગયા બાદ વિધવા માતાના નામે ચાલતી સુરત-મુંબઈની અંદાજે આઠથી દસ કરોડની મિલકતો મુંબઈમાં ચાટર્ડ એકાઉન્ટ પુત્ર તથા પુત્રવધુએ પચાવી પાડી હતી.વૃધ્ધ માતા જે ઘરમાં રહેતા હતા તે ઘરમાંથી કાઢી મુકવામાં આવતા ડુમસમાં પોતાની બહેનને ત્યાં રહેતા વૃધ્ધાએ પુત્ર-પુત્રવધુ વિરુધ્ધ ઘરેલું હિસાના કાયદા હેઠળ ભરણ પોષણ માંગ્યું હતું. અગાઉ સીનીયર સીટીઝન મેઈન્ટેઈનન્સ એકટ હેઠળ ડીસ્ટ્રીક્ટ સોશ્યલ ડીફેન્સ ઓફીસર સમક્ષ કરેલી અરજીમાં પુત્રએ વૃધ્ધ માતાને 30 હજાર ભરણ પોષણ ચુકવવા સંમતિ આપી હતી. પરંતુ ત્યારબાદ ચુકવવાનું બંધ કર્યું હતુ.જેથી વૃધ્ધ માતાએ ફેમીલી કોર્ટમાં મુખ્ય અરજી ચાલતા વાર લાગે તેમ હોવાથી વચગાળાના ભરણ પોષણની માંગ કરી હતી. સુનાવણીમાં રજુઆત કરી હતી કે સામાવાળા પુત્ર લકઝરીયસ લાઈફ જીવે છે. બીએમડબલ્યુ જેવી મોંઘી કાર વાપરે છે. વૃધ્ધ માતા અનેક બિમારી ધરાવતા હોવા છતાં પુત્ર દ્વારા ભરણ પોષણ કે દેખભાળ રાખવામાં આવતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application