બારડોલીની સરદાર વિલા સોસાયટીમાં દોઢ વર્ષ બાદ ફરી એક વખત ચોર ત્રાટક્યા હતા. જયારે ચોરોએ NRIનાં બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. જોકે આજુબાજુનાં લોકો જાગી જતાં ચોર નાસી છૂટ્યા હતા. બારડોલીનાં ધામડોદ લુંભા ગામની સીમમાં આવેલી સરદાર વિલા સોસાયટી-2માં સોમવારે મળસ્કે કમ્પાઉન્ડ વોલ પર લગાવેલ ફેન્સિંગ તોડીને ચોર ઘૂસી આવ્યા હતા. કમ્પાઉન્ડ વોલને અડીને આવેલ NRIના 103 નંબરના મકાનનો મુખ્ય દરવાજો તોડી ચોરો ઘરમાં પ્રવેશ કર્યો હતો. જોકે આજુબાજુના લોકો જાગી જતાં ચોર નાસી છૂટ્યા હતા.
મકાન માલિક હાલ વિદેશમાં રહેતા હોય તેમની દીકરી અમદાવાદથી આવ્યા બાદ જ અંદરથી કઈ ચોરી થયું છે કે નહીં તે વિષે જાણી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે પણ અસ્તાન ગામની સોસાયટીમાં ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું. વધી રહેલી ચોરીની ઘટનાઓને લઈ બારડોલી ટાઉન પોલીસે દ્વારા રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. જયારે વધુમાં બારડોલી ગ્રામ્યમાં પણ ચોર ટોળકી સક્રિય થઈ ગઈ છે. શનિવારે રાત્રે કડોદ રોડ ઉપર પણદા અને રાયમની વચ્ચે રોડને અડીને આવેલા ચૂડીમાતાનાં મંદિરમાંથી તસ્કરો માતાનું છત્ર ચોરી કરી ગયા હતા. આ છત્ર ચાંદીનું હોવાનું જાણવા મળ્યું છે. આમ ચોરને હવે ભગવાનનો પણ ડર રહ્યો ન હોય તેવી રીતે ચોરો ચોરીને અંજામ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application