Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્કૂલનાં તાળા તોડી તસ્કરો રોકડ રકમ સહિત કુલ રૂપિયા 10.97 લાખની ચોરી થઈ

  • March 06, 2024 

ગાંધીનગરના વલાદ ગામમાં આવેલી આધારશીલા સ્કૂલનાં તાળા તોડી અંદર પ્રવેશ કરી રોકડ રકમ 10 લાખ 91 હજાર, ચાંદીના આઠ સિક્કા મળીને કુલ રૂ. 10.97 લાખની મત્તા ચોરીને તસ્કરો પલાયન થઈ જતાં ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે સ્કૂલ દ્વારા કચ્છનાં પ્રવાસ અર્થે વિદ્યાર્થી દીઠ 5200 લેખે 200 વિદ્યાર્થીઓ પાસેથી કુલ. 10 લાખ 40 હજાર ઉઘરાવવામાં આવ્યા હતા. એય પૈસા તસ્કરો ચોરીને લઈ જતા વાલીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. ગાંધીનગરના વલાદ ગામની સીમમાં આવેલ આધારશિલા સ્કૂલનું મેનેજમેન્ટનું કામ કરતાં ગોવિંદકુમાર મણીલાલ રાવલે ફરિયાદ નોંધાવી છે કે, ગઇકાલ રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં સ્કુલના કંપાઉન્ડમાં રાઉન્ડ મારી તેઓ સૂઇ ગયા હતા.


સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે સ્કુલના સિકયુરીટી ગાર્ડ રતનસિંહે તેમને ફોન કરીને જાણ કરેલી કે, સ્કૂલની ઓફિસોનાં તાળા તૂટયા છે. આ સાંભળી ગોવિંદકુમાર સફાળા જાગીને સ્કૂલ ઓફિસે દોડી ગયા હતા. જ્યાં જોયેલ તો સ્કુલના મેનેજીંગ ડીરેકટર, એકાઉન્ટ, ટ્રસ્ટીઓ તેમજ પીઆરઓ ઓફિસોનાં ઇન્ટર લોક તુટેલ હતા. આથી વધુ તપાસ કરતા પાછળના ભાગે આવેલ સી.બી.એસ .સી.એડમીન ઓફિસનુ પણ લોક તુટેલ હતુ. તેમજ મેનેજીંગ ડીરેકટરની ઓફીસની તિજોરી પણ તુટેલ હાલતમાં બહાર પડેલ હતી. જેનાં પગલે જાણ કરતા સ્કૂલના એમડી કે ડી પટેલ સહિતનો અન્ય સ્ટાફ પણ પણ સ્કૂલે દોડી આવ્યો હતો.


બાદમાં વીગતવાર તપાસ કરતા એમડીની ઓફિસમાંથી 10 લાખ 20 હજાર 800 રોકડા, CBSC વિભાગનું ઓફિસમાંથી 26 હજાર રોકડા, એકાઉન્ટ વિભાગમાંથી 25 હજાર ઉપરાંત અગાઉ સ્કૂલમાં યજ્ઞ કરેલ તે સમયે સ્ટાફને ચાંદીના સિક્કા આપવામાં આવ્યા હતા. જેમાથી બચેલા છ નંગ સિક્કા પણ તસ્કરો ચોરી ગયા હોવાનું માલુમ પડયું હતું. આ બનાવની જાણ થતાં ડભોડા પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી. સ્કૂલ દ્વારા વિધાર્થીઓને આગામી 8,12 અને 16 માર્ચના રોજ કચ્છનાં પ્રવાસે લઈ જવાનું આયોજન કરાયું હતું. જે અન્વયે સ્કૂલ દ્વારા 5200 લેખે બસ્સો વિધાર્થીઓ પાસેથી કુલ રૂ. 10.40 લાખ ઉઘરાવવામાં આવ્યા હતા. જ્યારે બીજા પૈસા સ્કૂલના હોવાનું પોલીસની પૂછતાંછ બહાર આવ્યું છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application