ગાંધીનગરના સરઢવ ગામે જમીન દલાલની ઓફિસના તાળા નકુચા તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો ઓફિસમાંથી આઉટર સહિત એર કન્ડિશનર મશીન, ટીવી અને ઇલેકટ્રીક સગડી મળીને રૂપિયા ૪૧ હજારની કિંમતનો મુદામાલ ચોરી ગયા હતાં. માણસામાં સ્ટેશનરીની ફેક્ટરી ચલાવતા વાડજના વેપારીએ જમીનની લે-વેચ કરવા માટે સરઢવમાં ઓફિસ ખોલી હતી. જ્યા ચોરીનો બનાવ બનતા પોલીસે તપાસ આદરી હતી.
અમદાવાદમાં નવા વાડજ વિસ્તારમાં આવેલી કેશવબાગ વાડીમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતાં પંકજભાઇ સીતારામ નાયક નામના ૫૨ વર્ષીય આધેડ દ્વારા આ બનાવ સંબંધે ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં જણાવાય પ્રમાણે તેણે સરઢવ ગામે ખોલેલી ઓફિસમાં દિવસે સારસંભાળ માટે રાખેલા ગામના રહેવાસી બાબુભાઇ છનાભાઇ રવળે તેને ફોન કરીને ઓફિસના તાળા નકુચા તૂટેલા હોવાની જાણ કરી હતી.
જેના પગલે ઓફિસ આવવા નીકળવા દરમિયાન રસ્તામાંથી જ ૧૦૦ નંબર ડાયલ કરીને પોલીસને જાણ પણ કરી હતી. જેના પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. દરમિયાન ઓફિસમાં તપાસ કરતાં તસક્રો ઇલેક્ટ્રીક વાયરિંગ કાપી નાંખીને અંદરથી એસી તથા બહારનું તેનું આઉટર, ટીવી અને ઇલેક્ટ્રીક સગડીની ચોરી કરી ગયાનું જણાયુ હતું. પોલીસે ફીંગર પ્રિન્ટ એક્સપર્ટ અને ડોગ સ્કવોડની મદદ લઇને ચોરનું પગેરૂ મેળવવા તપાસ શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500