ઇન્ડિયન રેલવેમાં દુર્ઘટનાઓનો સિલસિલો ચાલુ છે. નવી દિલ્હી દરભંગા (02570) એક્સપ્રેસમાં ભીષણ આગ લાગી છે. ટ્રેનના કેટલાંક ડબ્બાઓમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. આ ઘટના ઇટાવાથી સરાય ભૂપત રેલવે સ્ટેશન નજીક બની છે. હાલ, ઘટના સ્થળે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી રહી છે. જોકે, પ્રાથમિક જાણકારી મુજબ હજુ સુધી આ ઘટનામાં કોઈના મોતના સમાચાર નથી. પરંતુ, આગ અત્યંત વિકરાળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં S1 અને S2 કોચ આગમાં ભડભડ સળગી ઉઠયા હતા. એન્જિન અને બંને કોચને છૂટા પાડી દેવામાં આવ્યા છે.
છઠના તહેવારને ધ્યાનમાં રાખીને બિહાર તરફ જતી ટ્રેનોમાં ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. એટલે જ આ ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ હતી. ભીડને જોતાં આ ઘટનાને ગંભીર ઘટના માનવામાં આવી રહી છે.પ્રાથમિક માહિતીમાં સામે આવી રહ્યું છે કે S-1 ડબ્બામાં આગ ફાટી નીકળી હતી અને ટ્રેનના ત્રણ ડબ્બાઓને લપેટમાં લઈ લીધા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application