દુનિયાને હવે કોરોનાથી થોડી રાહત મળવાની આશા છે. એક રીતે કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ કેટલાક દેશોમાં રસીકરણનું કામ શરૂ થઈ ગયુ છે. ભારતમાં પણ 16 જાન્યુઆરી એટલે કે બે દિવસ બાદથી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ થઈ જશે. દેશના વિભિન્ન શહેરોમાં વેક્સિન પહોંચાડવામાં આવી રહી છે.
માઈકલ રેયાને એક પ્રશ્નના જવાબમાં કહ્યુ કે અમે બીજા વર્ષમાં જઈ રહ્યા છીએ. જે ટ્રાન્સમિશન ડાયનામિક્સ અને કેટલાક મુદ્દાને જોતા વધુ અઘરૂ વર્ષ સાબિત થઈ શકે છે. જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 માર્ચને કોવિડ-19 ના કહેરને મહામારી જાહેર કરી હતી. અત્યાર સુધી દુનિયામાં 9.21 કરોડ લોકો આ વાઈરસની ચપેટમાં આવી ચૂક્યા છે અને 19.7 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.
પરંતુ આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક ચેતવણી આપી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોના મહામારીનો બીજો કાર્યકાળ પહેલા વર્ષની સરખામણીએ વધુ અઘરો હોઈ શકે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના હેલ્થ ઈમરજન્સી પ્રોગ્રામના કાર્યકારી દિગ્દર્શક માઈકલ રેયાનનું કહેવુ છે કે, કોરોના મહામારીનું બીજુ વર્ષ ટ્રાન્સમિશન ડાયનામિક્સ પર પહેલાની તુલનામાં વધારે અઘરૂ થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500