અંકલેશ્વર ખાતેથી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ એંજીન ઓઈલ બનાવતા બે ગોડાઉન ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા હતા,મળતી માહિતી અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાંચ ની ટિમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તાર પાસેના સંજાલી ગામે ગ્રીન પ્લાઝા અને લક્ષ્મણ નગર વિસ્તાર માં રોયલ એપાર્ટમેન્ટની દુકાનમાં ગેરકાયદેસર રીતે એન્જીન ઓઇલનું પેકીંગ કરી અલગ અલગ બ્રાન્ડેડ કંપનીના નામે ઓઇલનું પોતાના આર્થિક ફાયદા સારું વેચાણ કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા ઈસમો લુબ્રિકેન્ટ ઓઇલમાં ડાઈ કલર મિક્ષ કરી સેમી ઓટોમેટિક ઓઇલ ફીલિંગ મશીનથી ડબ્બાઓમાં ફીલિંગ કરી ઇન્ડક્શન સિલિંગ મશીનથી સિલ કરી બહારથી ડબ્બાઓ તથા સ્ટીકર મંગાવી બ્રાન્ડેડ કંપનીનું ડુપ્લીકેટ ઓઇલ બનાવી પેકીંગ કરતા બે ગોડાઉન તથા (૧)ફૈઝાન મોહંમદ ઉંમર ખત્રી રહે ,ઝમઝમ ૨ મકાન ન ૩૦૨ સ્ટેશન રોડ અંકલેશ્વર તેમજ (૨)હામીર યુસુફ શેખ રહે ૧૩ ગુલનાર સોસાયટી અંકલેશ્વર નાઓને ઝડપી પાડી તેઓ પાસેથી કુલ ૭,૨૮,૭૫૨ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500