Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના આ સરપંચે ચેકમાં સહી કરવા માટે માંગી હતી લાંચ, એસીબીના હાથે પકડાયો

  • April 26, 2022 

આહવા ખાતે આવેલ કાર્યપાલક ઇજનરેની કચેરીના કંપાઉન્ડમાં લાંચની રકમ સ્વીકારતા ગાઢીયા ગામનો સરપંચ એસીબીના હાથે આબાદ ઝડપાઇ ગયો છે.



મળતી માહિતી અનુસાર એસીબીને ફરીયાદ કરનાર જાગ્રત નાગરિકએ આહવા તાલુકાના ગાઢવી ગામમાં ગટર બનાવવાના તથા પેવર બ્લોક રસ્તાના કામ કરાવેલ. જે કામ કરવાના બીલના નાણાં મંજુર થયેલ હતા. તે નાણાંના ચેકમાં સહી કરવા માટે રૂ.૧૭,૫૦૦/- ની લાંચની માંગણી કરતાં ફરીયાદી (જાગ્રત નાગરિક)આ લાંચની રકમ આપવા માંગતા ના હોય, જેથી તેઓએ એસીબી નો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીએ ફરીયાદના આધારે આજરોજ લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ગાઢવી ગામનો લાંચીયો સરપંચ ગૌતમભાઈ ભીખાજીભાઇ ગાંગુર્ડ આહવાની કાર્યપાલક ઇજનેરની કચેરીના કમ્પાઉન્ડમાં રૂ.૧૭,૫૦૦/- ની લાંચની માગણી કરી, સ્વીકારતા એસીબીના છટકામાં આબાદ ઝડપાઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application