નવસારી જિલ્લામાં બ્રિજની કામગિરીને લઈને સવાલો ઉભા થયા છે. કેમ કે,બ્રિજ પરનો રોડ ચોમાસાની શરુઆતમાં જ બેસી ગયો છે.વાહનો જ્યાંથી પસાર થઈ રહ્યા છે ત્યાં જ મોટી તિરાડો રોડ પરની બેસી જવાથી જોવા મળી હતી. રોડના કામમાં આચરેલા ભ્રષ્ટાચારની પોલ સામે આવી છે. શું સતત આ પ્રકારે રોડના કામમાં કટકી કરવામાં આવી રહી છે.
રાજ્યમાં બ્રિજની કામગિરીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓના બેદરકારીઓ સતત સામે આવી રહી છે.અમદાવાદમાં હાટકેશ્વરનું બ્રિજ તેનું મોટું ઉદાહરણ છે ત્યારે આ સિવાય પણ અન્ય શહેરોમાં પણ નવા બ્રિજની કામગિરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ નવા બનેલા ગણદેવીને જોડતા બ્રિજ મામલે અનેક સવાલો બ્રિજની કામગિરી મામલે ઉભા થઈ રહ્યા છે.કલેક્ટરે આર એન્ડ બી વિભાગને કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે આ સાથે જ તત્કાલિક બ્રિજનું સમારકામ થયું છે પરંતુ ગણદેવીને જોડતા બ્રિજના બેસી જવાના કારણે કામગિરી નબળી કક્ષાની બ્રિજ પર બનેલા રોડને લઈને સામે આવી છે.
કોન્ટ્રાક્ટરે રોડના કામમમાં આચરેલા ભ્રષ્ટાચારની પોલ સામાન્ય વરસાદમાં ખૂલી ગઈ છે. તિરાડોના કારણે બ્રિજના માળખાને કોઈ નુકસાન થયું નથી તેવો દાવો પણ કલેક્ટર અમિત પ્રકાશ દ્વારા કરવામાં આવ્યો છે.કલેક્ટરે મીડિયા સમક્ષ વધુમાં કહ્યું હતું કે,જે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ બેદરકારી રહે છે તો આરએન્ડ બીને કાર્યવાહી કરવા જાણ કરી છે. કોઈ પણ કામમાં તકલીફ ન પડે તેવા આદેશ કરાયા છે.કેમ કે,બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ નુકસાન નથી થયું.તેના પર કાર્પેટીંગના કારણે માટી દબાવવાના કારણે તિરાડ આવી ગઈ છે. જેથી આ કામગિરી અત્યારે ડેમેજ થયેલી જગ્યા પર કરવામાં આવી છે. તેમ તેમણે કહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500