Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં આજે ધોરણ-10નું પરિણામ જાહેર થયું : વિધાર્થીઓ વેબસાઈટ અથવા વોટ્સએપ નંબર 6357300971 પર બેઠક ક્રમાંક મોકલી પરિણામ જોઈ શકશે

  • May 11, 2024 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું ત્યારે હવે આજે ધોરણ 10 (SSC)નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ તેમજ વોટ્સએપ નંબર 6357300971 નંબર પર તેમનો બેઠક ક્રમાંક મોકલીને તેમના પરિણામની વિગતો જાણી શકશે. ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. ધોરણ-10નાં બોર્ડના રિઝલ્ટની વાત કરીએ તો આ વખતે પરિણામ 82.56 ટકા જાહેર થયું છે. આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે.



સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) 100 ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે. આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી. 0 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે. નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા તારીખ 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી સવારે 8 વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડનું વર્ષ 2023માં ઘોરણ 10નું 64.62 ટકા પરિણામ આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application