Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા-2’ની રિલીઝ થવાની તારીખ જાહેર થઈ

  • September 01, 2023 

અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મે બોક્સ ઓફિસપર ટંકશાળ પાડી હતી. આ ફિલ્મ માટે તેને બેસ્ટ એકટરનો નેશનલ એવોર્ડનું સમ્માન પણ મળ્યું છે. હવે તેના ચાહકો પુષ્પા-2ની રાહ જોઇ રહ્યા છે. એક રિપોર્ટના અનુસાર, પુષ્પા-2 તારીખ 22 માર્ચ 2024ના રોજ રિલીઝ થવાની છે. અભિનેતાએ પોતાના ઓફિશિયલ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં પુષ્પા-2ના સેટને પણ આવરી લીધો છે. તેમજ તેણે પોતાના બંગલાને પણ દેખાડયો છે. એટલું જ નહીં પોતાની દિનચર્યા પણ જણાવી છે. રિપોર્ટસ પરથી જાણવા મળે છેકે, પુષ્પા2ના ડાયરેકટ સુકુમાર અને તેની ટીમ ‘પુષ્પા ટુ : ધ રુલ’ના શૂટિંગને જલદી જ પુરુ કરવાના પ્રયાસ કરી રહી છે. ટીમે એકશન ફિલ્મ માટે એક પ્રોપર પોસ્ટ -પ્રોડકશન શેડયુલ પણ પ્લાનિંગ કર્યું છે. આ વિડીયોમાં ફિલ્મનું એક દ્રશ્ય પણ જોવા મળે છ, જેમાં અલ્લુ અર્જુન લોરીમાં ચંદનના લાકડાઓને પોતાની સ્ટાઇલમાં રાખતો હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application