Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખેલ મહાકુંભ ૨.૦ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટના શુભારંભ સાથે રજીસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

  • September 26, 2023 

તાજેતરમાં અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેલ મહાકુંભ ૨.૦ના રજીસ્ટ્રેશન કર્ટેઇન રેઇઝર ઇવેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ખેલ મહાકુંભ ૨.૦ની રજીસ્ટ્રેશન લિંક તથા ટોલ ફ્રી નંબરને પણ ખુલ્લો મૂક્યો હતો. આ કાર્યક્રમમાં સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત, જિલ્લાની સ્કૂલોમાં ભાગ લેનારા રમતવીરો, અને શિક્ષકોએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમથી જોડાઇ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ખેલ મહાકુંભ ૨.૦માં ભાગ લેવા ઇચ્છુક ડાંગના યુવાનો https://khelmahakumbh.Gujarat.gov.in પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા સાથે વધુ વિગતો મેળવી શકશે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 274 6151  પણ જાહેર કરાયો છે. તેમ, જિલ્લા રમત વિકાસ અધિકારી-સાપુતારા દ્વારા જણાવાયુ છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે 'ખેલે તે ખીલે' ના ઉમદા વિચાર સાથે  આરંભાયેલા ખેલ મહાકુંભનું બીજ, આજે વટવૃક્ષ બની ગયું છે.



રાજ્ય સરકાર રમતવીરો માટે તમામ પ્રકારની મદદ કરવા સંકલ્પબદ્ધ છે. રમતવીરોના ઉજ્જવળ ભવિષ્ય સાથે આ યુવાનો ગુજરાત અને દેશનું નામ રોશન કરી શકે તે માટે ખેલ મહાકુંભની વિવિધ રમતોમાં વિજેતા થનારા ખેલાડીઓને કુલ ૪૫ કરોડ રૂપિયાના ઇનામો આપવામાં આવશે. સને ૨૦૧૦માં જ્યારે ખેલ મહાકુંભની શરૂઆત થઈ ત્યારે ૧૬ લાખ યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. જ્યારે ગયા વર્ષે ૫૫ લાખ જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કર્યું હતું. ખેલમહાકુંભ ૨.૦માં ૩૫ રમતો ઉપરાંત વુડબોલ, સેપક ટકરાવ, બીચ વોલીબોલ અને બીચ હેન્ડબોલ જેવી નવી ૪-રમતો મળી કુલ ૩૯ જેટલી રમતોની સ્પર્ધાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અંડર ૯ વય જૂથનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.



રાજ્ય સરકારે યુવાનોના હિતમાં કરેલા નિર્ણય અનુસાર ખેલ મહાકુંભ ૨.૦ માં કોઈપણ ખેલાડી ૨ રમતોમાં ભાગ લઈ શકશે. આ વખતે ખેલ-મહાકુંભ ૨.૦માં દરેક રમતમાં વિજેતા ખેલાડીઓને આપવામાં આવતી રોકડ પુરસ્કારની રકમ પારદર્શકતા સાથે, જે તે વિજેતા ખેલાડીઓના બેંક ખાતામાં RTGSથી તબદીલ કરવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય અને દિવ્યાંગ ખેલાડીઓ વચ્ચે કોઈ તફાવત નહીં રાખવાની પણ રાજ્ય સરકારે વ્યવસ્થાઓ કરી છે. રાજ્ય કક્ષાની રમતમાં વિજેતા થયેલા ઉમેદવારોને નેશનલ, ઈન્ટરનેશનલ કક્ષાએ જવા માટે યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. એશિયન ગેમ્સમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને રાજ્ય સરકાર તરફથી રૂ.૫ લાખની રકમ ઈનામ રૂપે આપવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application