થર્ટી ફસ્ટને ગણતરીના દિવસો બાકી રહ્ના છે. ત્યારે બુટલેગરો દ્વારા શહેરમાં દારૂ ઘુસાડવા માટે સક્રિય બન્યા હોય તેમ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સમયાંતરે ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાઈ રહ્યો છે.
ડિંડોલી પોલીસે નવાગામ આર.ડી.નગરના ઍક મકાનમાંથી રૂપિયા ૨૭ હજારના દારૂ સાથે ઍક જણાને જયારે લાલગેટ પોલીસે ધાસ્તીપુરાના મકાનમાંથી રૂપિયા ૫૮ હજારનો દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. બુટલેગરો દ્વારા દારૂ થર્ટી ફસ્ટને લઈને વેચવા માટે મંગાવ્યો હતો. પોલીસે બુટલેગરની ધરપકડ કરી આગળ તપાસ હાથ ધરી છે.ડિંડોલી પોલીસના જણાવ્યા મુજબ પીઆઈ ઍમ.ઍલ.સાલુંકેની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વલન્સ સ્ટાફના માણસો થર્ટી ફસ્ટને લઈને પેટ્રોલીંગમાં હતા તે વખતે હેડ કોન્સ્ટેબલ સંતોષભાઈ રાજુભાઈને મળેલી બાતમીના આધારે નવાગામ આર.ડી.નગર પ્લોટ નં-૭૯માં રેડ પાડી હતી
જેમાં તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂનો બોટલ નંગ-૪૨૯ જથ્થો મળી આવ્યો હતો. દારૂની કિંમત રૂપિયા ૨૭,૪૫૦ થાય છે. પોલીસે બુટલેગર મહેન્દ્ર ઉર્ફે પપ્પુ અશોક પાટીલ (ઉ.વ.૨૫.રહે, નરોત્તમનગર નવાગામ)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જયારે લાલગેટ પોલીસે કોન્સ્ટેબલ મિતેશ મનસુખભાઈને મળેલી બાતમીના આધારે બપોરે વરીયાળી બજાર ધાસ્તીપુરામાં રહેતા રામેશ્વરીબેન જયેશ કહાર(ઉ.વ.૩૧)ના ઘરે રેડ પાડી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ ૬૪૮ બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા ૫૮,૮૦૦ થાય છે પોલીસે રામેશ્વરીની ધરપકડ કરી કમલાબેન રામસિંગ પરદેશીને વોન્ટેડ બતાવી હતી.(ફાઈલ ફોટો)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500