અમદાવાદમાં જો હવે કોઈપણ મિલકતમાં પાર્કિંગ માટે ચાર્જ વસૂલવામાં આવતો હશે તો તે પાર્કિંગ એરિયા માટે મિલકત ધારકે ટેક્સ ચૂકવવાનો રહેશે.AMCના ટેક્સ વિભાગ દ્વારા તે પાર્કિંગ એરિયાની આકારણી કરવામાં આવશે. આકારણી મુજબ ટેક્સ ચૂકવવાનો રહેશે. જો મિલકત ધારક દ્વારા ફ્રી પાર્કિંગ કરવા દેવામાં આવતું હશે તો તે પાર્કિંગ એરિયા માટે આકારણી કરવામાં આવશે નહીં. શહેરના વિવિધ મોલ- સિનેમા, કોમર્શિયલ બિલ્ડીંગ વગેરે જગ્યાએ જ્યાં પાર્કિંગ માટે ચાર્જ લેવામાં આવશે તે તમામ મિલકતોની આકારણી કરી અને તેનો ટેક્સ મિલકત ધારકોએ ચૂકવવો પડશે. રેવન્યુ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શહેરમાં કેટલીક જગ્યાએ ડેઝિગ્નેટેડ પાર્કિંગ ન હોવાથી રોડ પર પાર્કિંગ કારણે ટ્રાફ્કિની સમસ્યા ઊભી થાય છે. પાર્કિગ એરિયાની આકારણી મુદ્દે મુંઝવણ દૂર કરી છે. AMC ટેક્સ વિભાગ દ્વારા પાર્કિંગ માટે એક અલગ પોલીસી તૈયાર કરાઈ છે.
નવી પોલિસીના મહત્ત્વના અંશ
(1)રહેઠાણમાં પોતાના વાહન પાર્ક કરવા માટે બનાવેલ કાચા શેડની અલગથી ટેક્ષની આકારણી થશે નહી.
(2)કોમર્શીયલ મિલકતોમાં કોઇપણ પ્રકારની દૈનિક માસિક/વાર્ષિક ફી ચાર્જ લઇ જો પાર્કીંગ કરવા દેવામાં આવે તો તેની આકારણી થશે તથા હયાત નિતી-નિયમ મુજબ સદર તેના એરિયાઓનું કુલ ક્ષેત્રફ્ળ ગણી તેના 35 ટકા રન વે બાદ અપાશે.
(3)કોમર્શીયલ પેઇડ પાર્કીંગ સિવાય કોઇપણ મિલકતના ભોંયરામાં અથવા ખુલ્લી જ્ગ્યામાં કવર્ડ / અનકવર્ડ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા હોય તો તેની આકારણી થશે નહીં.
(4)કોઇ પણ ગેરકાયદેસર બાંધકામ નિયમિત થશે નહીં, ફ્ક્ત ટેક્સમાં રાહત મળી શકશે.
(5)અગાઉ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા આવેલી હોય, તેવી મિલકતમાં જો માલુમ પડે કે પાછળથી પાર્કિગ ચાર્જ લેવાય છે, તો તેની ઉપર ટેક્સ આકારણી થશે તેમજ અન્ય દંડનીય કાર્યવાહી પણ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500