ગરમી શરૂ થતાં જ ગૃહિણીઓ મસાલા ભરવાની શરૂઆત કરી દેતી હોય છે. પરંતુ આ વખતે આ તમામ મસાલાઓ પૈકી મરચાનાં ભાવોમાં થયેલો વધારો ગૃહિણીઓને રડાવી શકે છે. ખાસ કરીને રેશમ પટ્ટી અને કાશ્મીરી મરચામાં ભાવો બમણાં થયા છે. તેલંગણા અને કર્ણાટકમાં ગત વર્ષે ઓછા વરસાદનાં કારણે ઉત્પાદન ઓછું થતાં ભાવો 70થી 90 ટકા વધ્યા છે. હાલમાં ગૃહિણીઓની મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ગૃહિણીનાં રસોડાનાં મસાલા જેમાં હળદર, ધાણાજીરું, મેથી અને મરચાનો સમાવેશ થતો હોય છે. આ તમામ મસાલાઓ પૈકી આ વર્ષે મરચાના ભાવોમાં ડબલ કરતાં પણ વધારે ભાવ વધારો થયો છે.
ખાસ કરીને રેશમ પટ્ટી અને કાશ્મીરી મરચાના ભાવ બમણા થયા છે. જોકે ગત વર્ષે કાશ્મીરી મરચું 400થી 450 રૂપિયા કિલો હતું જે આ વર્ષે 800થી 850 રૂપિયે કિલો સુધી પહોંચી ગયું છે. જ્યારે રેશમ પટ્ટી જે ગત વર્ષે 300 રૂપિયે કિલો હતું તે આ વર્ષે 400થી 450 રૂપિયે કિલો થઈ ગયું છે. કાશ્મીરી મરચું કાશ્મીરથી આવે છે જ્યારે રેશમ પટ્ટી તેલંગાણાના વારંગલથી આવે છે આ બંને જગ્યાએ ગત વર્ષે વરસાદ ઓછો થવાના કારણે મરચાનું ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે આ ભાવ વધારો થયો છે. સુરતી લોકો મોટાભાગે કાશ્મીરી મરચું અને રેશમ પટ્ટી મરચું બંને મિક્સ કરીને લેવાનું પસંદ કરતા હોય છે.
કારણ કે, રેશમ પટ્ટી મરચું તીખું આવતું હોય છે અને કાશ્મીરી મરચું મોડું આવતું હોય છે. તેથી લોકો 70 ટકા રેશમ પટ્ટી અને 30 ટકા કાશ્મીરી મરચું મિક્સ કરીને લેતા હોય છે. પેહલા 100 કિલો કાશ્મીરી મરચું વેચાતું અને 25 કિલો રેશમ પટ્ટી મરચું વેચાતું હતું જે હવે ભાવ વધારાના કારણે 60 કિલો રેશમ પટ્ટી અને 40 કિલો કાશ્મીરી મરચું લોકો લેય છે. ભાવ વધારાના કારણે અમારો નફો પણ ઓછો થઈ ગયો છે. જોકે આગામી દિવસોમાં મરચાના ભાવોમાં હજુ પણ વધારો થઈ શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500