Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નાણાં ધીરનાર શાહુકારોના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા થઈ ઓનલાઈન

  • June 28, 2022 

ગુજરાત સરકારના સહકાર વિભાગ હેઠળના જિલ્લા રજિસ્ટ્રાર કચેરીઓ દ્વારા નાણાં ધીરનાર શાહુકારોના રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયાને સરળ, પારદર્શક અને ફેસલેસ બનાવવાના હેતુથી શરૂ કરાયેલ ‘ઈ-કૉઓપરેટિવ પોર્ટલ’ અંતર્ગત નવા રજીસ્ટ્રેશન તેમન રિન્યુઅલ કરી શકાશે. આ પોર્ટલ શરૂ થવાથી હવે શાહુકારોએ જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરીમાં વારંવાર ધક્કા ખાવા નહી પડે, જેથી વહીવટી તંત્ર તેમજ અરજદાર બંનેના સમયશક્તિનો બચાવ થશે. સહકાર વિભાગ દ્વારા શરૂ કરાયેલ આ પોર્ટલ https://ecooperative.gujarat.gov.in પર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે.


આ પોર્ટલ પર અરજી કરનાર મહેસાણાના અરજદારને તાજેતરમાં સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હોવાનું સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની યાદીમાં જણાવવામાં આવ્યું છે.યાદીમાં વધુ જણાવ્યા મુજબ, રાજ્યના કોઈપણ વિસ્તારમાં નાણાં ધીરનાર શાહુકારો દ્વારા દર માસે કરવામાં આવતાં ધંધાકીય વ્યવહારોના પત્રકો પણ ઓનલાઈન ભરવાની વ્યવસ્થા આ પોર્ટલ મારફતે કરવામાં આવી છે. તેમજ નાણાં ધીરનારને લગતી કોઈપણ ફરિયાદ હોય તો હવે પછી જે-તે જિલ્લાના જિલ્લા રજિસ્ટ્રારશ્રીની કચેરી, જિલ્લા સેવા સદનમાં ફરિયાદ કરી શકાશે.


ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબત અધિનિયમ-૨૦૧૧ અને નિયમો-૨૦૧૩’ અંતર્ગત રાજ્યમાં નાણાં ધીરધારની પ્રવૃત્તિનું નિયમન કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News