શ્રીમતી જે. જે. કુંડલીયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા અને મૂળ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના મસાનપાડા ગામના નિવાસી, રણજીતભાઈ ગમનભાઈ ગામીત એ એજ્યુકેશન વિષયમાં "ગુજરાત રાજયની શિક્ષણ મહાવિદ્યાલયોમાં ICT ના ઉપયોગ અંગે તાલીમાર્થીઓની જાગરૂકતા "શીર્ષક હેઠળ મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો.જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, રાજકોટ એ માન્ય રાખી પીએચ.ડી. ડિગ્રી એનાયત કરી હતી. તેમણે આ સંશોધન કાર્ય શ્રીમતી એમ.એમ.શાહ કોલેજ ઓફ એજ્યુકેશન વઢવાણ ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.હિતેશભાઈ એમ.સોલંકીના માર્ગદર્શન હેઠળ પૂર્ણ કર્યું હતું.
કોલેજનું,ગામનું તથા પરિવાર તેમજ આદિવાસી સમાજનું નામ રોશન કર્યું
રણજીતભાઈ જી.ગામીતે પીએચ.ડી ની ડિગ્રી પ્રાપ્ત કરી, કોલેજનું,ગામનું તથા પરિવાર તેમજ આદિવાસી સમાજનું નામ રોશન કર્યું તે બદલ કોલેજના ટ્રસ્ટીશ્રી, અલ્પનાબેન ત્રિવેદી, કોલેજના આચાર્ય ડો.અજીતાબેન જે જાની તેમજ સમગ્ર કોલેજ સ્ટાફ પરિવારે અને સમગ્ર સ્નેહીજનોએ અભિનંદન પાઠવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500