સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અને હજુ પણ ભાવમાં ઘટાડો ચાલુ જ છે. MCXમાં અને હાજર બજાર બંનેમાં મંગળવારનાં રોજ ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલા સોમવારે પણ ઘટાડા સાથે બજાર બંધ રહ્યુ હતું. સોનાનાં ભાવ ઘટાડા સાથે આજે રૂપિયા 60,000/-નાં રેકોર્ડ લેવલથી નીચે આવી ગયા છે અને જો તમે સોનુ ખરીદવા માટે વિચાર કરી રહ્યા છો તો આ તમારા માટે સારો સમય છે. અત્યારનાં સમયે જો તમારે કોઈ જ્વેલરી ખરીદવાની હોય તો પહેલા કરતા ફાયદો થશે.
અત્યારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ જાણકારોના કહેવા પ્રમાણે એકવાર હજુ તેજી આવવાની આશા છે. નિષ્ણાતોનાં કહેવા પ્રમાણે દિવાળી પર ફરી સોનાની કિંમત વધીને રૂપિયા 65,000/- સુધી પહોચી જવાની સંભાવના રહેલી છે. તો ચાંદીની વાત કરીએ તો તેમાં રૂપિયા 80,000/-ની આસપાસ પહોચવાની સંભાવના રહેલી છે. મંગળવારના રોજ MCX અને અને હાજર બજાર બન્નેમાં આજે મંગળવારના રોજ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
MCX અને અને હાજર બજાર બંનેમાં મંગળવારનાં રોજ સોના-ચાંદીનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમા MCX પર મંગળવારનાં રોજ સોનામાં 138 રૂપિયા ઘટીને 59,361 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 570 રૂપિયા ઘટીને 70,555/- રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર ટ્રેડ કરી રહી હતી. તેના પહેલા સોમવારે MCX પર સોનુ 59,499/- રૂપિયા અને ચાંદી 71,125/- રૂપિયા પ્રતિ કિલોના ભાવમા બંધ થઈ હતી. બુલિયન માર્કેટમાં મંગળવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં મંગળવારનાં રોજ 31 રૂપિયા ઘટાડા સાથે 59,981/- રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 460 રૂપિયાનાં ઘટડા સાથે 70,323/- રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500