Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીંબુનાં ભાવ આસમાને : રૂપિયા 30થી વધી હાલ રૂપિયા 130થી 155 થયા

  • March 28, 2023 

ખેડા જિલ્લામાં કમોસમી વરસાદ, માવઠું થતાં ખેત પેદાશો પર તેની માઠી અસર થવા પામી છે. જેના કારણે શાકભાજીનાં ભાવોમાં વધારો થયો છે. તેમાં એક મહિના પહેલા લીંબુના ભાવ કિલોના રૂપિયા 30 હતા તે વધીને હાલ કિલોના રૂપિયા 130થી 155 થયા છે. આમ લીંબુનાં ભાવમાં કિલોએ રૂપિયા 100 થી વધુ થતા ગૃહિણીઓની હાલત કફોડી બની છે. બજારમાં અનાજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વગેરેના ભાવ વધી રહ્યા છે. વધતી જતી મોંઘવારીના કારણે સામાન્ય વર્ગના લોકોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યું છે. ત્યારે છાસવારે હવામાનમાં પલટો આવતા સમગ્ર રાજ્યમાં ઠેક ઠેકાણે કમોસમી વરસાદ થયો છે.






ખેડા જિલ્લામાં પણ કમોસમી વરસાદ થતાં તૈયાર થયેલ ખેત પેદાશો તેમજ શાકભાજીને ભારે નુકસાન થવા પામ્યું છે. ત્યારે બટાટા અને ટામેટાનાં ભાવ એકદમ તળિયે થયા છે. બટાટા કિલોના રૂપિયા 6થી 7, જ્યારે ટામેટા કિલોના પાંચ થી છ થયા છે. જેથી ખેડૂતો મોંઘા ભાવના બટાટા, ટામેટા વગેરેનું બિયારણ ખરીદી વાવેતર કરતા હોય છે. ત્યારે બટાટા, ટામેટાનો પાક તૈયાર થઈ બજારમાં વેચાવા આવતા તેના ભાવ ઘણા નીચા તળિયે બેસી ગયા છે. જેથી ખેડૂતોની હાલત કફોડી બની છે. બીજી બાજુ અન્ય શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે.






જેમાં ગવાર કિલોના રૂપિયા 90થી 95, ચોળી કિલોના રૂપિયા 50થી 55, દુધી કિલો રૂપિયા 12 થી 15, કોથમીર કિલો રૂપિયા 15 થી 20, તોતા કેરી રૂપિયા 20 થી 22, લીલા મરચા રૂપિયા 25-45 જ્યારે લીંબુના ભાવ રૂપિયા 90 થી 150 થયા છે. મહિના પહેલા લીંબુ કિલોના રૂપિયા 30 હતા જે વધીને રૂપિયા 150 થયા છે. આમ 15 દિવસ પહેલા શાકભાજીના ભાવ ઘણા જ નીચા હતા પરંતુ માવઠું થયા બાદ શાકભાજીની આવકમાં ઘટાડો થતાં  વિવિધ શાકભાજીના ભાવમાં એકાએક વધારો થયો  છે. બીજી બાજુ બટાટા, ટામેટાંના ભાવ એટલી હદે નીચે ગયા છે જેથી ખેડુતોને બજારમાં વેચવા જાય તો ભાડું પણ ગાંઠનું ચૂકવવું પડે તેવી કરુણ સ્થિતિ સર્જાઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application