Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમા રૂપિયા ૧૫૭.૫૦નો ઘટાડો થયો

  • September 02, 2023 

આતંરરાષ્ટ્રીય સ્તરે ભાવમાં ઘટાડો થતાં કોમર્શિયલ એલ.પી.જી.નાં સિલિન્ડરના ભાવમાં ૧૫૭.૫૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ એલ.પી.જી. સિલિન્ડરનો ભાવ ઘટીને ૧૫૨૨.૫૦ રૃપિયા થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ તારીખ ૧ ઓગસ્ટે પણ કોમર્શિયલ એલ.પી.જી. સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. સઉદી કોન્ટ્રાક્ટ પ્રાઇસ (સીપી)માં ઘટાડો થતાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તારીખ ૩૦ ઓગસ્ટે ડોમેસ્ટિક એલ.પી.જી. સિલિન્ડરના ભાવમાં ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.



જેના પગલે હાલમાં દિલ્હીમાં ૧૪.૨ કીલો એલપીજી સિલિન્ડરનો ભાવ ૯૦૩ રૂપિયા છે. સરકારી કંપનીએો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસમાં ફેરફાર કરે છે. પેટ્રોલ અને ડીઝલનો ભાવ વિક્રમજનક ૧૭મા મહિને પણ સ્થિર રાખવામાં આવ્યો છે.



દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ ૯૬.૭૨ રૂપિયા અને ડીઝલનો ભાવ ૮૯.૬૨ રૂપિયા છે. એપ્રિલ, ૨૦૨૨થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખથી કેટલાક ફેરફાર થયા છે. જેની અસર લોકોના રોજિંદા કાર્યો પર જોવા મળશે. પ્રથમ ફેરફાર હેઠળ માર્કેટ રેગ્યુલેટર સેબીએ આઇપીઓ બંધ થયા પછી શેરબજારોમાં કંપનીના સ્ટોકની લિસ્ટિંગનો સમય ઘટાડી અડધો એટલે કે ત્રણ દિવસ કરી દીધો છે. અત્યારસુધી આ ડેડલાઇન છ દિવસ હતી.



બીજા ફેરફાર હેઠળ આવકવેરા વિભાગે રેન્ટ ફ્રી એકોમોડેશન સાથે સંકળાયેલા નિયમોમાં એક સપ્ટેમ્બર, ૨૦૨૩થી ફેરફાર કર્યો છે. જેના કારણે વગારે પગાર મેળવતા તથા કંપનીની તરફથી મળતા રેન્ટ ફ્રી હોમમાં રહેતા કર્મચારી હવે વધુ બચત કરી શકશે. ૨૦૦૦ રૂપિયા બેંકમાં જમા કરાવવા અને એક્સચેન્જ કરાવવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર છે. સપ્ટેમ્બરમાં ૧૬ દિવસ બેક બંધ રહેશે તેથી વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરી લેવામાં આવે તે સલાહભર્યુ છે. મફતમાં આધાર અપડેટ કરાવવાની અંતિમ ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૩ છે. ત્યારબાદ અપડેટ માટે ફી ચુકવવી પડશે. સેબીએ ડિમેટ એકાઉન્ટમાં નોમિનેશન કરવાની અંતિમ તારીખ ૩૦ સપ્ટેમ્બર રાખી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application