મહારાષ્ટ્રથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અજિત પવાર જૂથના ધારાસભ્ય અને વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવલે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી હતી. પરંતુ તેઓ સુરક્ષા જાળીમાં અટકી ગયા હતા. મળતી માહિતી અનુસાર તેઓ ધનગર સમાજને એસટી ક્વૉટામાંથી અનામત આપવાનો વિરોધ કરી રહ્યા હતા.
નરહરી ઝિરવલ મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર છે અને એનસીપીના સભ્ય પણ છે. મહારાષ્ટ્ર આદિવાસી સમાજના ધારાસભ્ય મંત્રાલયમાં આંદોલન કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ ત્રીજા માળેથી કુદી ગયા હતા. અને બીજા માળ પર લગાવવામાં આવેલી સુરક્ષા જાળી પર ઉતરી સુત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. નરહરી ઝરીવલ સાથે અન્ય ધારાસભ્યો અને સમર્થક નેતાઓ પણ સુરક્ષા જાળી પર સુત્રોચ્ચાર કરી રહ્યા હતા. નરહરી ઝરીવલ ધનગર સમુદાય દ્વારા આદિવાસી સમુદાયના અનામતમાં થઈ રહેલી છેડછાડને અટકાવવા આંદોલન કરી રહ્યા છે. ધનગર સમાજને આદિવાસી ક્વોટામાં અનામત ન મળવા અને પૈસા કાનૂન હેઠળ નોકરી આપવાની માગ કરતાં ધારાસભ્ય કેટલાક સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસે ધારાસભ્યઓને સુરક્ષા જાળી પરથી દૂર કર્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application