ગણેશોત્સવને હવે બે મહિનાનો સમય રહ્યો છે, ત્યારે પેણના કારખાનાઓમાં ગણેશમૂર્તિ બનાવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. પેણ તાલુકામાં આવેલ 10 હજારથી વધુ કારખાનામાં 30 થી 35 લાખ ગણેશમૂર્તિઓ તૈયાર કરાય છે. પરંતુ માટી, કલર અને મજૂરીના દર વધતાં કારખાનેદારો આર્થિક સંકડામણમાં મૂકાયા હોવાનું જાણવા મળ્યું છે.
જોકે આ પરથી એક અંદાજ એ પણ આવે છે કે, આ વર્ષે ગણેશમૂર્તિની કિંમતમાં પણ વધારો થશે. આ વર્ષે પણ ગણપતિની માટી, રંગ અને મજૂરીની કિંમત વધી છે. ગણેશમૂર્તિ બનાવવા માટે જોઈતી માટી 200 રૂપિયાની કિંમતે મળી રહી છે. કલરની થેલીના ભાવ 20 ટકા તો કામગારોની મજૂરીમાં પણ 10 ટકાનો વધારો થયો છે.
કારખાનામાં કામગારો 300 રુપિયાથી માંડી એક હજાર રૂપિયા સુધીની મજૂરી પર કામ કરે છે. ગણેશજીની આંખ બનાવવી, સ્પે પેઈન્ટિંગ, પેઈન્ટિંગ વગેરેમાં કામગારોને 800થી 1000 રૂપિયા મળી રહે છે. તો માટીકામ, પોલિશ માટે 400 થી 600 રૂપિયાનો પગાર અપાય છે. પીઓપીની મૂર્તિની મોટા પ્રમાણમાં માગણી હોય છે. પરંતુ આ વર્ષે પીઓપીની મૂર્તિ પર આ વર્ષે પ્રતિબંધ હોવાથી મૂર્તિકારો સંકટમાં મૂકાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500