ચીખલીમાં જિલ્લા પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને સ્થાનિક તંત્ર દ્વારા હાઇવે ચાર રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધી બંને બાજુના લારી ગલ્લાવાળાના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચીખલીમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીને લઈને સાફ સફાઈ, રંગરોગાન, શણગાર સહિતની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ દરમિયાન સ્થાનિક તંત્ર દ્વારા ચીખલીમાં ચીખલી વાંસદા રાજ્યધોરી માર્ગ પર હાઇવે ચાર રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધી માર્ગને બંને બાજુનાં સંખ્યાબંધ દબાણો દૂર કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ચોખ્ખો થઈ ગયો છે.
તંત્રને હમણાં સુધી આ દબાણો નજરે પડ્યા ન હતા કે કેમ??? હાલમાં જે સંખ્યા બંધ લારી ગલ્લાવાળાના દબાણો હંગામી કે કાયમી ધોરણે દૂર કરવામાં આવ્યા છે તેવા અનેક સવાલો ઉભા થયા છે. ચીખલી હાઇવે ચાર રસ્તાથી કોલેજ સર્કલ સુધીમાં આડેધડ વાહન પાર્કિંગ લારી ગલ્લાવાળાના દબાણને પગલે દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે. તાલુકા સેવા સદનની સામે તો કેટલાક ફળની લારીવાળાઓ આગળ પાછળ બધી બાજુએ મોટી જગ્યા રોકી લઈ મોટાપાયે દબાણ કરવામાં આવે છે. લોકોને રોજગારી પણ મળવી જોઈએ પરંતુ ટ્રાફિક સમસ્યા સર્જાઇ નહીં તેને પણ ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા સ્થાનિક પંચાયત સાથે સંકલન કરી એક ચોક્કસ માપ સાથેની જગ્યા નિયત કરવી જોઈએ. હાઇવે ચાર રસ્તાથી રેફરલ હોસ્પિટલ સુધીનું જે દબાણ તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application