Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં ખોડદામાં ચેકડેમ ઊંડા કરવામાં હાજરી પત્રકમાં વધુ મજૂરોની હાજરી પુરી નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ

  • July 05, 2024 

નિઝર તાલુકાનાં ખોડદા ગૃપ ગ્રામ પંચાયતમાં તાપસિંગ ધિરજીભાઈના ખેતરની બાજુમાં તારીખ 15 એપ્રિલથી તારીખ 15 મે 2024 દરમિયાન ચેકડેમમાં પાણીના સંગ્રહ માટે મનરેગા યોજના હેઠળ મજૂરો રોકી ચેકડેમમાં ખાડા કરી ઉંડો કરવાની કામગીરી કરવામાં આવી હતી. જે કામ એક માસ સુધી ચાલ્યું હતું.


જોકે કામગીરી બાદ હાજરી પત્રકમાં ખોટી હાજરી પુરી નાણાંકીય ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ ખુદ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1નાં સભ્ય કૃપાલભાઈ કિશોરભાઈ પાડવી દ્વારા કરવામાં આવ્યો છે. જે અંગે નિઝર તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલની કચેરીમાં કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, એક માસ સુધી ચાલુ રહેલા ચેકડેમ ડિસિલ્ટીંગની કામગીરી માત્ર 20થી 25 મજૂરો જ કરતા હતા અને હાજરી પૂરનાર મેટની મદદથી વીજતાર ગ્રામ પંચાયતે 75 મજૂરોની ખોટી હાજરી પુરીને રૂપિયા 3,70,530/-નાં હાજરી બિલ મૂકી ગેરીરીતી કરી નાણાં ઉપાડી લીધા છે. તથા પૂરતું કામ પણ કરવામાં આવ્યું નથી. જેથી તપાસ હાથ ધરી ગેરરીતિ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application