ફિલ્મ આદિપુરૂષની રિલીઝ ડેટ હવે નજીક આવી રહી છે. ફિલ્મનું થિયેટર્સમાં આવ્યા પહેલા મેકર્સ અનોખી રીતે પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન વધુ એક ભવ્ય ઈવેન્ટ થવા જઈ રહી છે. જે તિરુપતિ બાલાજીમાં થશે. તિરુપતિમાં આદિપુરૂષની પ્રી-રિલીઝ ઈવેન્ટ આયોજિત થવા જઈ રહી છે. આ માટે વ્યાપક સ્તરે તૈયારીઓ ચાલી રહી છે. ફેમસ મ્યૂઝિક ડાયરેક્ટર અતુલ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે મુંબઈથી તિરુપતિ સુધી બાઈકથી પહોંચ્યા છે.
ફિલ્મ સૈરાટથી સમગ્ર દેશમાં છવાઈ જનાર સંગીતકાર જોડી અજય-અતુલ અત્યારે ફિલ્મ આદિપુરૂષનાં કારણે ચર્ચામાં છે. આ જોડી પ્રભાસ અને કૃતિ સેનન અભિનીત આ ફિલ્મના સંગીતનાં કારણે ચર્ચામાં છે. મ્યૂઝિક ડાયરેક્ટર અતુલે તો ફિલ્મની પ્રી-રિલીઝ ઈવેન્ટમાં ભાગ લેવા માટે અનોખુ પગલુ ઉઠાવ્યુ છે અને બાઈક પર સવાર થઈને તેઓ મુંબઈથી તિરુપતિ પહોંચ્યા છે.
તિરુપતિ પહોંચ્યા બાદ અતુલનું જોરદાર સ્વાગત થયુ છે. તે ફિલ્મની ટીમ અને પોતાના ભાઈ અજય સાથે આ ઈવેન્ટમાં હાજરી આપશે. પ્રી-રિલીઝ ઈવેન્ટ 6 જૂને થશે. આદિપુરૂષની કહાણી રામાયણથી પ્રેરિત છે. જેમાં પ્રભાસ ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. કૃતિ સેનન માતા સીતાનો રોલ નિભાવશે. ફિલ્મની પ્રી-રિલીઝ ઈવેન્ટનું આયોજન 6 જૂન 2023એ સાંજે 5 વાગ્યાથી થશે. આદિપુરૂષનું બીજુ ટ્રેલર લોન્ચ કરવાની તૈયારી છે.
રિપોર્ટ અનુસાર તિરુપતિ પહોંચ્યા બાદ અતુલ પોતાના ભાઈ અજય સાથે આદિપુરુષની પ્રી રિલીઝ ઈવેન્ટમાં ભગવાન વેંકટેશ્વર સ્વામીના ચરણોમાં લાઈવ પરફોર્મ કરતા જય શ્રી રામ ગીત સમર્પિત કરશે. યુટ્યૂબ ચેનલ પર ચાહકો વર્ચ્યુઅલી પણ આ ભવ્ય ઈવેન્ટને જોઈ શકશે. આ ફિલ્મ 16 જૂન 2023એ થિયેટર્સમાં રિલીઝ થશે. પ્રભાસ અને કૃતિ સેનન સિવાય ફિલ્મમાં સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500