Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપના કેસમાં પોલીસે 700 પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો

  • March 03, 2024 

અમદાવાદના કેડીલા CMD રાજીવ મોદી સામે દુષ્કર્મના આરોપના કેસમાં પોલીસે રજૂ કરેલા સમરી અહેવાલ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસે 700 પાનાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો છે. ગુજરાત પોલીસના ઈતિહાસમાં લગભગ સૌથી મોટો સમરી રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. પોલીસે કરેલી તપાસના મુખ્ય અંશ સહિતની બાબતો અહેવાલમાં રજૂ કરવામાં આવી છે. ફરિયાદી યુવતી મળી ન હોવાનું પણ પોલીસે રિપોર્ટમાં નોંધ્યું છે. પોલીસનાં A સમરી રિપોર્ટ બાદ આજે ફરિયાદી યુવતી કોર્ટમાં હાજર થશે. પોલીસ દ્વારા અપાયેલા સમન્સ સહિતની બાબતોમાં વિસંગતતા મામલે જવાબ આપશે. અમદાવાદના કેડિલાના CMD રાજીવ મોદી સામે દુષ્કર્મનો આરોપના કેસમાં પોલીસના સમરી રિપોર્ટ સામે યુવતી વાંધો ઉઠાવી શકે છે.


મેજિસ્ટ્રેટ સમક્ષ યુવતી પોલીસે આપેલા રિપોર્ટનો વિરોધ કરશે. આ માટે યુવતી વતી તેના વકીલ કોર્ટમાં દલીલ કરશે. વિદેશ જઈને UNમાં ફરિયાદ આપી હોવાની માહિતીથી પણ કોર્ટને અવગત કરાઈ શકે છે. પોલીસે રાજીવ મોદીના કેસ સંદર્ભે કોર્ટમાં A સમરી ફાઈલ કરી છે.A સમરી ત્યારે ભરાય છે જ્યારે પોલીસ માનતી હોય કે ગુનો બન્યો છે,પરંતુ આરોપી વિરૂદ્ધ પૂરતા પુરાવા ના મળતા હોય, ત્યારે આરોપીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરીને ટ્રાયલ ચલાવી શકાય તેમ નથી.વળી આ કેસમાં ફરીયાદ દાખલ થયે અને ગુનો બન્યા વચ્ચે આશરે 1 વર્ષ જેટલો સમય વિતી ચૂક્યો છે. જો કે, હવે મેજિસ્ટ્રેટ સમક્ષ જઈને ફરિયાદી વાંધો ઉઠાવી શકે છે.મેજિસ્ટ્રેટ પોલીસને વધુ તપાસ માટે આદેશ પણ આપી શકે છે.પોલીસ દ્વારા A સમરી ભરાતા યુવતીના વકીલે સુપ્રીમકોર્ટમાં પોતાની ફરિયાદ સંદર્ભે CBI તપાસની માગ સાથે કરેલી અરજી નિરર્થક થઈ છે.જો કેસ બંધ કરાય તો તેને હાઇકોર્ટમાં ચેલેન્જ કરી શકાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application