સુરતનાં ઉમરપાડા તાલુકાનાં ઊંચવાણ ગામે ડબલ હત્યાની ઘટના સામે આવી હતી જેમાં હત્યારએ હત્યા કરી બંને મૃતદેહોને કબ્રસ્તાનમાં દાટી દીધા હતા. ઘટના અંગે પોલીસે બંને મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી હતી. જયારે મૃતકો સુરત શહેરના રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉમરપાડા તાલુકાના ઊંચવાણ ગામે એક હત્યાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં કબ્રસ્તાનમાં વોચમેન અને દેખરેખનું કામ કરતા વ્યક્તિ કબ્રસ્તાન ખાતે આવતા કઈંક અજુગતું થયું હોવાનું દેખાયું હતું.
જોકે કોઈક વસ્તુ કબ્રસ્તાનના ગેટ બાજુમાં કરેલી તારની વાડ તોડી અંદર ઢસડીને લઈ જવામાં આવી હોય એવું રસ્તા પર પડેલા નિશાનો પરથી લાગી રહ્યું હતું. જેમાં કબ્રસ્તાનમાં જઇ તપાસ કરતા તાજી કબર ખોદી કોઈક ને દાટવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું હતું. જોકે વોચમેન ને કઈંક અજુગતું લાગી રહ્યું હતું કેમ કે ગામમાં કોઈનું મૃત્યુ થયું નહતું તો કબર કોણે ખોદી એ પ્રશ્ન મનમાં ઉઠતા વોચમેન દ્વારા ગામનાના મુસ્લિમ આગેવાનોને જાણ કરી હતી. આગેવાનો કબ્રસ્તાન પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરતા ઉમરપાડા પોલીસ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઉમરપાડા પ્રાંત અધિકારીને બોલાવી એમની હાજરીમાં કબર ખોદવામાં આવી હતી.
જોકે કબરની અંદરના દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને કબરમાં એક નહીં પરંતુ બે મૃતદેહ દાટવામાં આવ્યા હતા. મૃતદેહો ને જોતા પ્રાથમિક દૃષ્ટિ એ હત્યા કરવામાં આવી હોય એવી જણાયું હતું. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બંને મૃતદેહોની ઓળખ કરવામાં આવી હતી. જયારે મળેલ બંને મૃતદેહ સુરત શહેરમાં રહેતા અઝરુદ્દીન ઉર્ફે અઝઝૂ શેખ અને બિલાલ ઉર્ફે ચાંદી સૈયદ નાઓના હોવાનું સામે આવ્યું હતું. હવે આ બંને લોકો અહીં શું કામ આવ્યા હતા અને તેઓની હત્યા કોને કરી એ પોલીસ માટે તપાસનો વિષય હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500