Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે ચોરીનો માલસામાન રાખવા ઓફીસ ભાડે રાખતા ચોરને ઝડપી લીધો

  • March 23, 2024 

તમે અનેક ચોરીના કિસ્સાઓ જોયા હશે, સાંભળ્યા હશે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે અનોખો છે. જેમાં ચોરે ચોરીનો માલ સામાન રાખવા ઓફિસ ભાડે રાખી હતી. અમદાવાદની મણિનગર પોલીસે એક આવા જ ચોરની ધરપકડ કરી છે.  અમદાવાદના મણીનગર વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક ફ્લેટમાં કબાટમાં રાખેલા લોકરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા સહિત 11 લાખ થી વધુ ના મુદ્દામાલની ચોરીની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે નિકોલમાં રહેતા પરેશ સોનીની ચોરીના આરોપ હેઠળ ધરપકડ કરી છે.


પોલીસે પરેશ સોનીની પૂછપરછ કરતા તેણે થોડા દિવસ અગાઉ ફ્લેટમાં ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે ચોર પરેશ સોનીની ધરપકડ કરી તેની પાસેથી સોના ચાંદીના દાગીના, કપલ વોચ, વિદેશી ચલણી નાણું, મોબાઈલ ફોન, ઈમીટેશન જ્વેલરી, અલગ અલગ કંપનીના લેપટોપ, ચોરી કરવાના સાધનો, ચોરી કરેલું એકટીવા સહિત 7 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે. પોલીસે ચોર પરેશ સોનીની પૂછપરછ કરતા સામે આવ્યું કે આરોપી પરેશ વસ્ત્રાલ વિસ્તારમાં માતા-પિતા અને પત્ની સાથે રહે છે અને છેલ્લા ચાર મહિનામાં મણીનગર, વટવા, નવરંગપુરા, શાહપુર, રામોલ, યુનિવર્સિટી જેવા વિસ્તારોમાંથી અલગ અલગ 12જેટલી ચોરીઓ કરી ચૂક્યો છે.


મણિનગર પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચોર પરેશ સોનીને ક્રિકેટ સટ્ટામાં હારી જવાના કારણે 15 લાખ દેણું થઈ ગયું હતું, જેનું ભરપાઈ પણ કરવાનું દબાણ હતું અને તેની પાસે કોઈ નોકરી કે ધંધો હતો નહીં. પોતાના પરિવારનું ગુજરાન પોતાના ઉપર જ ચાલતું હતું. જેથી તેણે શરૂઆતમાં એક મોટરસાયકલની ચોરી કરી જે મોટરસાયકલ દ્વારા તે રેપીડો સર્વિસમાં પેસેન્જરના ભાડા કરતો હતો. એક દિવસ તે પેસેન્જરને મુકવા જતો હતો, ત્યારે બંધ મકાન જોયું હતું અને આજુબાજુ કોઈ નહીં હોવાથી મકાનમાં ચોરી કરવાનું તેણે નક્કી કર્યું હતું. જે બાદ તેને ચોરીના કામમાં ફાવટ આવી જતા તે બંધ મકાનને ટાર્ગેટ કરતો અને બંધ ઘર ના તાળા તથા નકુચાઓ તોડી ચોરીઓને અંજામ આપતો હતો.  પોલીસે ચોર પરેશની પૂછપરછ કરતા એક ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી.


આરોપીએ ચોરી કરેલો સોના અને ચાંદીના માલ ને ઓગાળવા માટેનાં સાધનો ખૂદ વસાવ્યા હતા. તાળા તોડવા માટે ખાસ ભારે સાધનો પણ વસાવ્યા હતા. ચોરી કરેલો મુદ્દામાલ રાખવા માટે ખાસ એક વ્યવસ્થા રાખી હતી. જેમાં તેણે ઓઢવ વિસ્તાર માં તેજન્દ્ર પાર્કમાં એક ઓફિસ પણ ભાડે રાખી હતી ત્યાં તમામ ચોરીનો મુદ્દામાલ રાખતો હતો.  હાલ તો મણિનગર પોલીસે આ અનોખા ચોર પરેશ સોનીની ધરપકડ કરી 12 જેટલી ચોરીઓનો ભેદ ઉકેલી સાત લાખથી વધુ નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ ચોર એ અન્ય કેટલી ચોરી ને અંજામ આપ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application