Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોડ પર સ્ટંટ કરતાં રીક્ષાચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

  • April 10, 2024 

ટ્રાફિક પોલીસે સ્ટંટ કરતા લોકોને અનેકવાર કાયદાનું ભાન કરાવ્યું હોવા છતાં કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઇ રહ્યા. તાજેતરમાં અનેક સ્ટંટ કરતા વીડિયો વાયરલ થયા બાદ પણ એક ચાલકે રીક્ષા સર્પાકાર રીતે ચલાવીને સ્ટંટ કર્યો હતો. લાંભાથી વટવા જતા રોડ પરના આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકની વટવા ખાતેથી ધરપકડ કરી છે. આરોપીએ રીક્ષામાં બે સગીરોને પણ બેસાડીને તેમનો જીવ જોખમાય તે રીતે રીક્ષા ચલાવી હોવાથી પોલીસે રીક્ષા ડીટેઈન કરીને રીક્ષા ચાલકનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ કર્યો છે. એક રીક્ષા ચાલક પૂરઝડપે અને બેદરકારી પૂર્વક રીક્ષા ચલાવીને સ્ટંટ કરી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.



જેને લઇને ટ્રાફિક પૂર્વના ડીસીપી સફીન હસનની ટીમે વીડિયોની ખરાઇ કરીને આરોપીની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે તપાસ કરતા સ્ટંટ કરનાર ચાલક મોહંમદ અખલાક કયામુદ્દીન શેખ (ઉ.વ.26, રહે.નવાપુરા વટવા) હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે મોહંમદ અખલાકના ઘરે જઈને તેની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મોહંમદ અખલાક રીક્ષા ડ્રાઇવર હોવાનું સામે આવ્યુ હતું. આરોપી શનિવારે બે સગીર સાથે લાંભાથી વટવા તરફ આવી રહ્યો હતો તે સમયે ગુજરાતી ગીત વગાડીને પૂરઝડપે રીક્ષા ચલાવી રહ્યો હતો અને બંને સગીર રીક્ષાની બહાર નીકળીને સ્ટંટ કરી રહ્યા હતા. જેથી પોલીસે રીક્ષા જપ્ત કરી આરોપીનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ પણ કર્યો છે. મહત્વ નું છે કે અવારનવાર વાહનચાલકોના વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જોકે વાહન ચાલકોને પોતે આ વાતની ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે આવા લોકો બીજા લોકોના જીવને જોખમમાં મૂકી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application