નસવાડી કલેડીયા રોડ ઉપર અશ્વિન નદીમાં અજાણ્યા પુરુષની લાશ મળતા પોલીસે આ લાશને વડોદરા કોલ્ડ રૂમમાં મોકલી જયારે પોલીસ મારનાર વ્યક્તિ ક્યાંનો છે તેની શોધખોળ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નસવાડી ખાતે અશ્વિન નદીમાં એક અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાની વાત વાયુવેગે ફેલાતા અશ્વિન નદીના કિનારે આસપાસથી મોટી સંખ્યામાં લોકો નદી કિનારે ઉમટી પડ્યા હતા નસવાડી પોલીસ આવીને નદીમાં ઉતરીને અજાણ્યા ઈસમની લાશ પાણી માંથી બહાર કાઢી હતી પોલીસના જણાવ્યા મુજબ આ મૃતક 4 દિવસ પહેલા મરી ગયો હોવાનું અનુમાન છે.
જયારે મૃતકના સગા વહાલાઓ અત્યાર સુધી આવ્યા ના હોવાથી તેની લાશ વડોદરા એસ.એસ.જી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં મુકવામાં આવશે આઠ દિવસ સુધી લાશ કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે વાલી વારસ લાશનું કોઈ ના આવે તો તેની અંતિમ ક્રિયા તંત્ર દ્વારા કરવામાં આવે છે જયારે નદી કિનારે ભેગા થયેલા લોકો માંથી મળતી માહિતી મુજબ નદીમાં ઊંડું પાણી નથી નદી ઉનાળા ના કારણે સુકાઈ ગયેલ છે તો પછી ડૂબવાની ઘટના ના બને જયારે મરનારની હત્યા થઇ છે કે પછી આત્મહત્યા થઇ છે તેની તપાસ પોલીસ હાથ ધરે જયારે પોલીસ હાલ તો આત્મ હત્યા નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application