ભરૂચ-મુક્તિ નગર વિસ્તારમાં થયેલ ત્રીસ લાખથી વધુની મત્તાની ઘરફોડ ચોરી ના મામલે બે આરોપીઓની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી ભરૂચ જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફ થી મળેલ સુચનાના આધારે ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ ઘરફોડ ચોરીના ગુના અટકાવવા બાબતે અનડિટેક ગુન્હા ઓ બાબતે ઝીણવટ ભરી તપાસ હાથધરી હતી,જે બાદ પોલીસ વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજ ની મદદ થી શકમંદ ઈસમો તેમજ અમુક શકમંદ વાહનો દેખાયેલ જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગ ની ટીમો સક્રિય થઇ હતી.
ક્રાઇમ બ્રાંચ ની ટિમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન શકમંદ ઈસમ એક્ટિવા ઉપર ભરૂચ શહેરમાં દેખાયેલ છે અને હાલ તુલસીધામ થી દહેજ બાયપાસ રોડ તરફ જાય છે,જેથી ક્રાઇમ બ્રાંચ ની ટિમેં વોચ ગોઠવી આરતી એપાર્ટમેન્ટ પાસે એક આરોપીને એક્ટિવા સાથે રોકી લઇ તેની પાસેની એક્ટિવાની ડીકીમાં તપાસ કરતા કિંમતી સોના-ચાંદી ના દાગીના મુકવાના જવેલર્સ ના માર્કવાળા શંકાસ્પદ પાકીટ તથા પાઉચ મળી આવતા તેને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરતા આરોપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી આરોપી ઉપર પ્રબર શંકા જતા તેની કડકાઇ પૂર્વક પૂછ પરછ કરતા આરોપી ભાંગી પડેલ અને છેલ્લા આઠેક મહિના થી ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સક્રિય થયેલ હોવાની જણાવી આજ થી છ સાત દિવસ અગાઉ શક્તિનાથ નજીક આવેલ એક સોસાયટીમાં બંધ મકાનમાંથી મળી કુલ-૦૬ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલ આરોપીએ અંકલેશ્વરના બોરભાઠા ગામેથી તથા ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નજીક થી નર્મદા નગર નજીક થી,ચાવજ જતા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાંથી,ઝાડેશ્વર રોડ ઉપર આવેલ એક સોસાયટી માંથી મળી કુલ ૦૬ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી હતી તેમજ ચોરીમાં ગયેલ સોના ચાંદી ના કિંમતી દાગીના તુલસીધામ નજીક આવેલ માં શક્તિ જવેલર્સ નામની સોનાની દુકાનમાં વેચાણ લેનાર સોનીને ઝડપી પાડતા મુક્તિ નગર વિસ્તારમાં થયેલ ચોરીના દાગીના મળી આવતા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,ક્રાઇમ બ્રાંચે મામલે આરોપી મનસુખ ભાઈ બાબુભાઇ કલાણી રહે,બોરસદ આણંદ તેમજ જગદીશકુમાર હસ્તીમલ સોની રહે,સહજાનંદ કોમ્પ્લેક્ષ તુલસીધામ ભરૂચ નાઓને ઝડપી પાડી બંને ઈસમો પાસેથી સોના ચાંદી ના ઘરેણાં સહિત કુલ ૮,૪૯,૫૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી તેઓના સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500