કોર્ટ પરિસરમાં જ ગેંગ વોર થાય તે પહેલા જ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. ઇમરાન ઘડી અને એમરોજ દાલ ચાવલ ગેંગના સાગરીતો તીક્ષ્ણ હથિયારો લઈ કોર્ટમાં ગેંગવોર કરવાના ઇરાદે પ્રવેશ્યા હોવાની જાણ થતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
સુરતમાં ગુનાખોરી કરતી ગેંગ ખૂબ જ સક્રિય રહે છે. ગેંગવોરના અને કિસ્સાઓ સુરત શહેરમાં સમયાઅંતરે સામે આવતા રહે છે. સુરતમાં ફરી એક વખત કોર્ટ માર્ચ થવાની શક્યતા હતી પરંતુ સમયસર પોલીસને બાતમી મળતા ગેંગવોરના સાગરીતો પૈકી એકને ઝડપી પાડયો હતો. તમામ આરોપીઓ હથિયારો સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા. કોર્ટ પરિસરમાં આજે બે ગેંગના માણસોની સામસામેની અંગત અદાવતમાં મારામારી થઈ હતી. જે બાબતની તારીખો પડતા આજે બંને ગેંગના માણસો જિલ્લા કોર્ટમાં હાજર રહ્યા હતા.
આ દરમિયાન તીક્ષ્ણ હથિયારો વડે એકબીજાને સામસામે મારામારી કરવાની માનસિકતા સાથે કોર્ટ પરિસરમાં પ્રવેશ્યા હતા.ઉમરા પોલીસને માહિતી મળતા કોર્ટ પરિસરમાંથી 1 આરોપીને પકડી પાડયો હતો. હાલમાં ઉમરા પોલીસે અન્યની શોધખોળ શરૂ કરી છે. જિલ્લા કોર્ટમાં આજે ગેંગવોર થતા રહી ગઈ હતી. કોર્ટની અંદર આજે ખૂની ખેલ ખેલાઈ જાય તેવી પૂર્ણ શક્યતા હતી પરંતુ ઉમરા પોલીસની સતર્કતાથી ગેંગવોર અટકી ગયો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500