સુરતના અડાજણ વિસ્તારમાં પ્રાઈમ લોકેશન પર મ્યુનિ.નો ખુલ્લો પ્લોટ ભાજપના કાર્યકરને શાસકોએ ભાડે આપ્યા બાદ ભાડાનો ચેક રિટર્ન થતા મ્યુનિ. પ્લોટ સીલ કરીને કેસ કરવાની કાર્યવાહી શરૃ કરી છે. કાર્યકરને આ પ્લોટ ભાડે મળે તે માટે અહીના મહિલા કોર્પોરેટરે ભારે ધમપછાડા કર્યા હતા.
મ્યુનિ.ના ખુલ્લા પ્લોટ ની આવક થાય તેવા હેતુથી તે ભાડે આપવાનું શરૃ કર્યું હતું. આવા પ્લોટમાં મોટાભાગે ફુડ કોર્ટ શરૃ થયેલા છે. આવો જ એક પ્લોટ રાંદેર ઝોનમાં એલ.પી. સવાણી રોડ પર પ્રાઈમ લોકેશન પર છે તે પ્લોટ ભાજપના કાર્યકર ને મળે તે માટે ભાજપના એક મહિલા કોર્પોરેટરે ભારે ધમપછાડા કર્યા હતા. જોકે ફુડ કોર્ટ શરૃ થાય તે પહેલા સ્થાનિકોએ પણ ભારે વિરોધ કરતા વિવાદ થયો હતો. દરમિયાન હાલમાં ફુડ કોર્ટના ત્રણ મહિનાના ભાડા પેટે રૃા.11.70 લાખનો ચેક મ્યુનિ.ને અપાયો તે બાઉન્સ થયો છે. જેથી ભાજપના કાર્યકર એવા ફુટ કોર્ટના સંચાલકને નોટિસ આપી ચેક રિટર્નની ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે. તેમજ ફુડ કોર્ટને સીલ કરી દીધું છે. અને આ પ્લોટ મ્યુનિ.નો રિઝર્વ પ્લોટ છે તેના પર પરવાનગી વગર પ્રવેશ કરવો નહી તેવી નોટિસ પણ લગાડી દીધી છે.શહેરમાં મ્યુનિ.એ ભાડે આપેલા પ્લોટ ઉપર ચાલી રહેલા મોટાભાગના ફુડ કોર્ટ પાસે આરોગ્ય વિભાગનું લાયસન્સ નથી. છતા બેરોકટોક ચાલી રહ્યા છે. મ્યુનિ. તંત્ર પણ આંખ આડા કાન કરે છે કારણ કે, મોટાભાગના ફુડ કોર્ટ ભાજપના કાર્યકરો ચલાવે છે. વરાછા વિસ્તારમાં એક પ્લોટમાં ફુડ કોર્ટ આમ આદમી પાર્ટીના કાર્યકરનો હોવાનું કહેવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application