મુંબઈના કાંદિવલી વિસ્તારના લાલજી પાડામાં રવિવારે સવારે પોણા આઠ વાગ્યાના અરસામાં જ જાહેરમાં ફાયરિંગ કરી એક યુવકનું મોત નીપજાવ્યું હતું. આશરે 32 વર્ષનાં યુવક મનોજ ચૌહાણને ગોળીથી ઠાર કરી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને શોધવા માટે ઠેર ઠેર શોધખોળ ચલાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. તે અનુસાર ગણેશનગરમાં રોડ પર મનોજ ચૌહાણ ચાલતાં ચાલતાં જતો અને આરોપી તેનો પીછો કરી રહ્યો હતો. મનોજે ટી શર્ટ અને બરમૂડા પહેર્યાં હતાં. બંને વચ્ચે કોઈ વાતચીત થઈ હોવાનું પણ મનાય છે. આરોપીએ અચાનક જ આશરે પાંચ ફૂટ જેટલા અંતરેથી તેના પર ગોળી છોડી હતી.
જેથી ગોળી વાગતાં જ મનોજ ચૌહાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અને ફાયરિંગ કરનાર સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો, જયારે આજુ-બાજુમાંથી લોકો દોડી આવ્યા હતા. તેમણે એમ્બ્યુલન્સ બોલાવી મનોજ ચૌહાણને હોસ્પિટલ લઈ જ વાની તજવીજ હાથ ધરી હતી. જોકે, માથાનાં ભાગે ગોળી વાગવાથી ઘટના સ્થળે જ મનોજ ચૌહાણનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસે મનોજ ચૌહાણનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. આરોપી સામે આઈપીસી 302 મુજબ હત્યાનો ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા ઠેર ઠેર સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ તથા અન્ય સર્વેલન્સના આધારે તની શોધખોળ શરૂ કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application