કેફી દ્રવ્યોનો અબજોનો કારોબાર ચલાવતા ડ્રગ માફિયા લલિત પાટીલને પુણેની સસૂન હોસ્પિટલમાંથી નાસી છૂટવામાં મદદ કરવાના આરોપસર પુણેની જ રોઝરી સ્કૂલના ડાયરેક્ટર વિનય અરહાનાની આજે પોલીસે ધરપકડ કરી હતી. અરહાનાની અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અટકાયત કરી હોવાથી તે યરવડા જેલમાં જ છે. પરંતુ માંદગીના બહાને તે સસૂન હોસ્પિટલમાં સારવાર લેતો હતો. સસૂનમાં જ તેણે લલિત પાટીલને હોસ્પિટલમાંથી નાસી જવામાં મદદ કરેલી. પુણે પોલીસે વિનય અરહાનાનો તાબો મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટની મંજૂરી બાદ પુણે પોલીસે અરહાનાનો કબ્જ મેળવ્યો હતો. લલિત પાટીલ સસૂન હોસ્પિટલમાંથી નાસીને પહેલાં એક ફાઇવ સ્ટાર હોટેલમાં ગયો હતો.
હોટેલમાંથી તે રિક્ષામાં સોમવાર પેઠમાં ગયો હતો જ્યાં વિનય અરહાનોનો ડ્રાઇવર કાર સાથે તૈયાર ઉભો હતો. અરહાનાના કહેવાથી દત્તા ડોકે નામના ડ્રાઇવરે લલિતને 10 હજાર રોકડા આપ્યા હતા. કાર લઇને લલિત પહેલાં મુંબઇ અને પછી નાસિક ગયો હતો. ત્યાર પછી ગાયબ થઇ ગયો હતો. જો કે ભારે દોડધામ બાદ પોલીસે તે શ્રીલંકા નાસી છૂટે એ પહેલાં ઝડપી લીધો હતો. તેમજ ડ્રગ માફિયા લલિત પાટીલના ડ્રાઇવર સચિને દેવળા તાલુકાના સરસ્વતીવાડીના ડુંગર ઉપરથી લગભગ 15 કરોડની કિંમતનું ડ્રગ ભરેલા કોથળા ખીણમાં ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. એટલે પોલીસે પહાડની તળેટીમાં શોધખોળ શરૂ કરી છે. દરમિયાન આ ડ્રાઇવરે કરોડોનું ડ્રગ ગિરણા નદીમાં ફેંકી દીધું હોવાથી પોલીસે સવારથી સાંજ ડૂબકીમારોની મદદથી શોધખોળ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application