સોનું આર્થિક સંકટ સમયની સાંકળ ગણવામાં આવે છે. ભૂખ્યાનું ભાથું પણ કહેવામાં આવે છે. શ્રીલંકાની આર્થિક કટોકટી એટલી ઘેરી બની છે કે, લોકો અનાજ અને જીવન જરૂરીયાતી ચીજ વસ્તુઓ ખરીદવા માટે ભૂખ્યાજનો સોનું વેચવું પડે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રીલંકાના પાટનગર કોલંબોનું સરાફા બજારમાં આવેલું ગોલ્ડ સેન્ટર સોનાની ખરીદી માટે ફેમસ ગણાય છે પરંતુ આ સેન્ટરના કારોબારીઓ સોનું ખરીદવા આવનારા ગ્રાહકોની કાગડોળે રાહ જુએ છે. આર્થિક કટોકટી ઘેરી બનતા લોકોએ સોનું ખરીદવાનું તો દૂર રહયું પરંતુ વેચાવાના દાડા આવ્યા છે.
સોનુ ખરીદનારા ગ્રાહકો ગાયબ થઇ ગયા છે જયારે સોનુ વેચવા માટે પડાપડી થાય છે. શ્રીલંકા સન-1948માં આઝાદ થયું એ પછી પ્રથમ વાર આવી નાણાભીડમાં આવ્યું છે. વડિલોએ આવી પરીસ્થિતિની કલ્પના પણ કરી ન હતી અને નવી પેઢી માટે તો આર્થિક કટોકટી કરિયર માટે આંચકા સમાન પૂરવાર થઇ રહી છે. શ્રીલંકાની કરન્સીમાં ઐતિહાસિક કિંમત ઘટાડો થતા હવે સોનું ખરીદવા કરતા વેચનારા વધી રહયા છે. શ્રીલંકાના રૂપિયા 354 બરાબર 1 અમેરિકી ડોલર મળે છે. આ દર ખાનગી મની એકસચેંજમાં 400 સુધી પહોંચ્યો છે. જયારે 24 કેરટના સોનાની કિંમત 20.5 શ્રીલંકાઇ રૂપિયા સુધી પહોંચી છે.
શ્રીલંકાએ આગામી 6 મહિના સુધી આર્થિક પડકારો સામે ટકી રહેવા માટે ત્રણ અબજ ડોલરની જરૂરીયાત છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સાથે શ્રીલંકાની સરકાર આર્થિક કટોકટી હળવી બનાવવા વાટાઘાટો કરી રહી છે. લોકો માટે એક એક દિવસ ગુજારવો પહાડ જેવો મુશ્કેલ બની રહયો છે. કયાંક રોટી રમખાણો ફાટી ના નિકળે તેની પણ ચિંતા સતાવવા લાગી છે. એક અનુમાન મુજબ શ્રીલંકાનો વિત્તિય લોસ (ફાયનાન્સિયલ ડેફિસીટ) હાલમાં 3 અબજ ડોલર હશે જે વર્ષના અંતે 7 અબજ ડોલર થઇ જશે આમ શ્રીલંકા માટે હજુ પણ વધુ માઠા દિવસો આવવાના છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500