ગુજરાત વિધાનસભાની 2022 ની ચૂંટણીમાં ગુજરાતની જનતાએ કોંગ્રેસને બહારનો દરવાજો બતાવી દીધો છે. ભાજપે 150 બેઠકોથી વધુ પર લીડ મેળવી લેતા કોંગ્રેસને ભુંડી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસની 2017 ની કમિટેડ વોટબેંક પર પણ 2022 ની ચૂંટણીમાં ઝાડુ ફરી વળ્યું છે. પરિવર્તન નહીં, પુનરાવર્તન છે તેવો ગુજરાતની જનતાનો ચુકાદો સંભળાવ્યો છે.
હાલના પરિણામને જોતા કોંગ્રેસને વિપક્ષની માન્યતા મળી શકે કેમ એની પણ શંકા છે. ભાજપની જંગી બહુમતીથી કોંગ્રેસના હાથમાંથી વિપક્ષ પણ જઈ શકે છે. કોંગ્રેસના હાથમાંથી આદિવાસી વોટબેંક સરકી ગઈ તેવું દક્ષિણ ગુજરાતના પરિણામથી સાબિત થઈ રહ્યું છે. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પરિવર્તનની ઘડિયાળ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતની જનતાએ કોંગ્રેસને દરવાજો બતાવી દીધો છે. ત્યારે ચૂંટણીનું પરિણામ કહે છે કે, કોંગ્રેસનો વનવાસ હજી ચાલુ રહેશે. ગુજરાતમાં પરિવર્તનનો સમય હજી નથી આવ્યો. ત્યારે અમદાવાદમાં કોંગ્રેસની ઓફિસમાં સૂમસાન માહોલ છવાયો છે. કોંગ્રેસના ખેમામાં સન્નાટો છવાઈ ગયો છે. ઓફિસની બહાર ચકલા ઉડી રહ્યાં છે.
કોંગ્રેસને જે નેતાઓ પર હારની આશા હતી, તેઓ પણ ભુંડી રીતે હાર્યા છે. જમાલપુર-ખાડિયાથી ઇમરાન ખેડાવાલા અને પ્રતાપ દૂધાત જીત તરફ આગળ વધી રહ્યાં છે. પરંતું કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ હારનો સામનો કરી રહ્યાં છે. તો આંકલાવ બેઠકથી અમિત ચાવડા ગણતરીના મતોથી આગળ ચાલી રહ્યાં છે. જોકે, લીડનું અંતર જોતા તેમને ભુંડી હારનો સામનો કરવો પડી શકે છે તેવુ દેખાય છે.
કોંગ્રેસના કયા કોની કોની હાર થઈ
- કુતિયાણા બેઠક પરથી ભાજપના ઢેલીબેન ઓડેદરાની હાર
- વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબહેન ઠાકોર પાછળ
- સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના અમી રાવતની હાર
- માંજલપુર બેઠક પર કોંગ્રેસના ડૉ.તશ્વીન સિંહની હાર
- ધોરાજીથી લલિત વસોયા હાર તરફ
- અમરેલીથી પરેશ ધાનાણી હાર તરફ
- દરિયાપુર બેઠક પરથી ગ્યાસુદ્દીન શેખની હાર
- ટંકારાથી લલિત કગથરાની હાર
- કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા 814 મતથી પાછળ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500