આથી તાપી જિલ્લાના તમામ પેન્શનરોને જણાવવાનું કે, ચાલુ વર્ષે હયાતીની ખરાઇ માટે જિલ્લા તિજોરી કચેરી તાપી દ્વારા હયાતી અને પુનઃલગ્ન બાબતના ફોર્મ જે તે સંબંધિત બેંકમાં મોકલી આપવામાં આવેલ છે. જેથી તમામ પેન્શનરોએ પોતે જે બેંક મારફત પેન્શન મેળવતા હોય તે બેકમાં પીપીઓ બુક નંબર, લેજર પાના નંબર, બેંક પાસબુકની મહિતી સાથે માહેઃ- મે-૨૦૨૨ અને જુન-૨૦૨૨ માસ દરમ્યાન રૂબરૂ હાજર થઇ હયાતીના પ્રમાણપત્રમાં નિયત નમુનાની સહી કરવાની રહેશે.
તેમજ વર્ષ-૨૦૨૧-૨૨નાં આવકનાં સર્ટીફિકેટ સામેલ રાખેલ છે. જે મેળવી લેવા. રાજ્ય સરકાર નાં પેંશનરો/કુંટુંબ પેંશનરોએ JEEVAN PRAMAAN PORTAL(www.jeevanpramaan.gov.in) પર પણ ઓનલાઇન (ONLINE) હયાતીની ખરાઇ કરાવી શકે છે. રાજ્ય સરકારનાં પેંશનરો સ્માર્ટફોનનો ઉપયોગથી FACE જીવનપ્રમાનપત્ર AUTHENTICATION TECHNIQUE મારફત જનરેટ કરી શકશે.
જે માટેની વિગતવાર ડિજીટલ સમજ https://pensionersportal.gov.in ઉપલબ્ધ છે. પેંશનર નિયત સમયમર્યાદામાં હયાતીની ખરાઇ કરાવવા નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં ઓગસ્ટ-૨૦૨૨નાં માસથી પેન્શનની રકમનું ચુકવણું સ્થગિત કરવામાં આવશે. જેની સર્વે પેન્શનરોએ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી, વ્યારા જિ.તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500