Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝાડ પર લટકતાં યુગલનાં મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી, પોલીસ તપાસ શરૂ

  • July 31, 2024 

ભચાઉ તાલુકાના ચોબારી ગામના નિર્જન સીમાડે ઝાડ પર લટકતાં યુવાન કોલી યુગલના મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. માત્ર પાંચ મહિના પહેલા લગ્નના તાંતણે બંધાયેલા યુગલે ૩ દિવસ પહેલા આપઘાત કર્યો હતો. બનાવ અંગે ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે, મરણ જનાર દંપતી ચોબારી ગામમાં રહેતું હતું.


મૃતક યુવકનું નામ ખીમજી અણદાભાઈ મહાલીયા (કોલી) ઉ.વ.૨૮ અને તેની પત્નીનું નામ હનાબેન કોલી ઉ.વ.૨૫ છે. બંનેએ લગભગ ત્રણેક દિવસ અગાઉ સજોડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. ભચાઉ પોલીસના જણાવ્યા મુજબ બંનેના લગ્ન થયાના હજુ ૫ મહિના જેટલો જ સમય થયો છે. સામાજિક રીતરસમ મુજબ બંનેએ લગ્ન કર્યા હતા. દરમિયાન લગભગ ૩ દિવસ પહેલા પતિ-પત્ની અચાનક ગાયબ થઈ ગયા હતા, જેથી પરિવારે બંનેની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તે મળ્યા ન હતા. દરમિયાન ચોબારી ગામની સીમમાં બંનેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે બન્નેએ સજોડે આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application