ડાંગનાં વઘઈ તાલુકાનાં બોરપાડાની એક 14 વર્ષની સગીરા ગત મે મહિનામાં ગુમ થઈ હતી જેની લાશ કંકાલ હાલતમાં વઘઈ તાલુકાના મલિન ગામની હદમાં ગીચ જંગલમાં એક ઝાડ નીચે ઝાડ પર દુપટ્ટો બાંધેલો હોવાની હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત એવી છે કે, વઘઈ તાલુકાનાં બોરપાડા ગામે રહેતી રોશની અશોકભાઈ બોબા (ઉ.વ.14) ગત 21/05/22નાં રોજ ગામમાં રાત્રે લગનના માંડવામાં ગઇ હતી અને ત્યાંથી કોઈ અગમ્ય કારણસર ને ક્યાંક નીકળી ગઈ હતી. જેની શોધખોળ કરતા તે આજ દિન સુધી મળી આવી ન હતી.
ડાંગનાં વઘઈ તાલુકાનાં મલિન ગામની હદમાં આવેલ બહારાઈ ચોંડ પહાડ ના ખીણમાં સોમવારે એક છોકરીની લાશ કંકાલ હાલતમાં ગીચ જંગલમાં એક ઝાડ નીચે ઝાડ ઉપર દુપટ્ટો બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે ગુમ થયેલ રોશની બોબાના પરિવાર જનોએ બોલાવી બનાવતા પરિવાર કંકાલ પર મળેલ કપડાં અને પગરખા પરથી લાશ રોશની બોબાની હોવાનું જણાવ્યું હતું. આ બનાવ અંગે વઘઈ પોલીસે આ કંકાલ સ્ત્રી કે પુરૂષનું છે તેમજ તેની ચોક્કસ ઉંમર અને મોતનું ચોક્કસ કારણ જાણવા એફ. એસ. એલ. ની મદદ લઈ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application