દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના ચીખલી રેન્જ વિસ્તારમાં દીપડો પાંજરે પુરાતા વનવિભાગ સહિત સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ જંગલ વિસ્તારમાં દાવાનળ ફાટી નીકળતા વન્ય પ્રાણીઓ, સરીસૃપ જીવ જોખમમાં મુકાઈ જાય છે, થોડા સમય પહેલા કોઈ વિકૃત મનોવૃત્તિ ધરાવતા ઇસમે માનમોડી વિસ્તારના ડુંગર પર આગ લગાડી દેતા જંગલમાં રહેતા દીપડાએ આ વિસ્તારમાં ભારે તરખાટ મચાવ્યો હતો.
જોકે જિલ્લાના હર્યાભર્યા જંગલોમાં લાકડા ચોરો સહિત શિકારી પ્રવૃત્તિ કરતા ઈસમો યેનકેન પ્રકારે હર્યાભર્યા જંગલોને આગને હવાલે કરી મનોવૃત્તિ સંતોષતા હોય છે. વન વિભાગ દ્વારા પણ આવી ગેરકાયદેસર શિકારી પ્રવૃત્તિ કરનાર ટોળકી ને પકડવા અસમર્થ રહેતા પર્યાવરણની ઘોર ખોદાઈ રહી છે. હાલ ચીખલી રેન્જ દ્વારા ઘોડવહળ ખાતે પાંજરું ગોઠવતાં કદાવર દીપડો પાંજરે પૂરાતા પશુપાલકો સહિત વન વિભાગે હાશકારો અનુભવ્યો છે. વન વિભાગે દીપડાને રેસ્ક્યુ કરી ગીચ જંગલમાં છોડી મુકવા તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application