વાલોડ ખાતે આવેલ મેમોરિયલ ફાર્મ હાઉસના મલિક આશિષભાઇ છગનભાઇ પટેલ (રહે.નનસાડ, પટેલ ફળિયું, તા.વાલોડ)નાંઓની વાલોડ ખાતે આવેલ બ્લોક નંબર 141 વાળી ખેતીની જમીનમાં બનાવેલ મેમોરિયલ ફાર્મ હાઉસની ઓફિસમાં અજાણ્યા ઈસમ રાત્રીના સમયે ફાર્મ હાઉસની અંદર પ્રવેશ કરી ફાર્મ હાઉસનું મકાન તથા ઓફિસનું દરવાજાને લગાવેલ તાળું તોડી ઓફિસમાં મુકેલ ચાઇના કંપનીની 32 ઇંચ વાળી એલઇડી ટીવી જેની કિંમત રૂપિયા 8000 તથા હાઇક વિઝન કંપનીનું ડીવીઆર જેની કિંમત રૂપિયા 5000 અને ઇન્ટરનેટનું રાઉટર જેની કિંમત રૂપિયા 1500/ તેમજ વોસ બેસિંગના ત્રણ જેની કિંમત રૂપિયા 1500 અને જેગુઆર કંપનીના ફ્લશ કોક નંગ 2 અંદાજે કિંમત રૂપિયા 3000 મળી કુલ રૂપિયા 19,000/-ના સામાનની ચોરી ગત તારીખ 26/09/2023ના રોજ ફાર્મ હાઉસના બંગલા તથા ક્લબ હાઉસના દરવાજાને લગાવેલ તાળા તોડી અંદર પ્રવેશ કરી ચોરી કરેલ અંગેની ફરિયાદ આશિષભાઇ પટેલ નાએ વાલોડ પોલીસ મથકે આપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application